Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ધનુષ પ્રથકૃત્વની અવગાહના વાળા હોય છે કેઈ એક ગભૂતિની અવગાહના વાળા તે કેઈ ગભૂતિ પૃથકૃત્વની અવગાહના વાળા હોય છે. એવી રીતે કઈ એક જનની કઈ યોજન પૃથકત્વની, કઈ સે જનની કોઈ સો જન પૃથની અને કોઈ હજાર એજનની પણ અવગાહન વાળા હોય છે,
આ મહેર સ્થલમાં ઉત્પન્ન થાય છે. પરન્ત પાણીમાં પણ વિચરે છે અને સ્થલપર પણ વિચરે છે, કેમકે મહારગને સ્વભાવજ આવે છે. - આ મહારગે અહી દેખાતા કેમ નથી?
આ શંકાનું સમાધાન કરવાને માટે કહ્યું છે–મહારગ આ મનુષ્ય ક્ષેત્રમાં નથી થતા. પરંતુ તેનાથી બહારના દ્વીપ અને સમુદ્રમાં થાય છે. સમુદ્રોમાં પણ પર્વત કે દેવનગરી આદિ સ્થલમાં ઉત્પન્ન થાય છે. અત્યન્ત સ્થૂલ હોવાને કારણે જળમાં ઉત્પન્ન નથી થતા આજ કારણ છે કે તેઓ મનુષ્ય ક્ષેત્રમાં દેખાતા નથી.
આના સિવાય આવી જાતના દશ આંગળ આદિની અવગાહના વાળા જે કઈ છે. તેઓને પણ મહારગજ સમજવા જોઈએ.
હવે ઉપસંહાર કરે છે–આ મહારગની પ્રરૂપણ થઈ.
પ્રસ્તુત ઉરપરિ સર્પ સંક્ષેપમાં બે પ્રકારના કહ્યા છે-સંમૂર્ણિમ અને ગર્ભજ, તેમાંથી સંમૂર્ણિમ, ઉર પરિસર્પ બધાજ નપુંસક હોય છે કેમકે ‘મૂર્જિન નવું અર્થાત્ બધાજ સંમૂર્ણિમ જીવ નપુંસક જ હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧ ૩૭