Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બધામાં સાવદ્ય ગને પરિત્યાગ કરાય છે, કેવલ છેદ વિગેરે વિશદ્ધિની વિશેષતાના કારણે તેઓના નામ અને અર્થ પૃથક પૃથક થઈ ગએલ છે.
તેથીજ જેમ યાવત્રુથિક સામાયિક અને છેદે પસ્થાપન ચારિત્ર અત્યન્ત વિશદ્ધ સૂણમ સંપાય ચારિત્રની પ્રાપ્તિ થવાથી ભગ્ન થઈ જતાં નથી એવી જ રીતે, ઇરિક સામાયિકને પણ વિશુદ્ધ છેદે પસ્થાપના ચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ ભંગ નથી થતો. તેને ભંગ તે ત્યારે થાય કે જ્યારે પ્રવજ્યાને પરિત્યાગ કરી દેવાય. તેની અધિન વિશુદ્ધતા પ્રાપ્ત કરવાથી ભંગ થતો નથી. કહ્યું પણ છે કે
- જે સર્વવિરતિ સામાયિકનો અંગીકાર કરીને પછીથી દીક્ષાનો પરિત્યાગ કરી દે તેનું સામાયિક ભંગ થાય છે. પરંતુ જે સામાયિકની જ અધિક વિશદ્ધ રૂપમાં આરાધના કરે છે. તે સામાયિકના ભંગને ભાગી નથી થતું.
જેમકે સૂક્ષ્મ સંપરાય ચારિત્રની પ્રાપ્તિ થયે સામાયિક અગર છેદેપસ્થાપના સંપરા ચારિત્રનો ભંગ નથી થતો. વસ્તુતાએ આ ચારિત્રમાં નામ માત્રને જ ભેદ છે. વાસ્તવમાં બધાં સાવદ્ય વિરતિ રૂપ જ છે.
છેદેપસ્થાપન જે ચારિત્રમાં પૂર્વ પર્યાય છે અને મહાવ્રતમાં ઉપસ્થાપન કરાય છે, તે છે પસ્થપાન ચારિત્ર કહેવાય છે. છેદ પરથાપન ચારિત્રના બે ભેદ છે–સાતિચાર અને નિરતિચાર. છેદેપસ્થાપન ચારિત્ર તે છે કે જે ઈરિક સામાયિક વાળા શિક્ષને અપાય છે.
અથવા એક તીર્થમાંથી બીજા તીર્થમાં જતી વખતે અંગીકાર કરાય છે જેમકે પાર્શ્વનાથના તીર્થથી વર્ધમાનના તીર્થમાં આવનારા શ્રમણના પાંચ મહાવ્રત રૂપે ચારિત્ર અંગીકાર કરતા આપવામાં આવનારૂં છે પસ્થાપન ચારિત્ર નિરતિચાર છે.
મૂળ ગુણનું ધ્યાન કરનાર સાધુને ફરીથી મહાવ્રત આપવું તે સાતિચાર છેદેપસ્થાપન ચરિત્ર કહેવાય છે. કહ્યું પણ છે.
શેક્ષનું તથા તીર્થાન્તરમાં સંક્રમણ કરનારનું છેદો પસ્થાપન ચારિત્ર નિરતિચાર કહેવાય છે અને મૂલગુણને ઘાત કરનારાઓનું સાતિચાર કહેવાય છે.
આ બનને અર્થાત સાતિચાર અને નિરતિચાર છેદપસ્થાપન સ્થિતકપમાં અર્થાત પ્રથમ અને અંતિમ તીર્થકરના તીર્થમાં થાય છે. વચલા તીર્થકરોના તીર્થમાં નહીં.
પરિહાર વિશુદ્ધિ પરિહાર તે એક વિશિષ્ટ તપ છે, જે ચારિત્રમાં એ તપથી વિશિષ્ટ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેને પરિહારવિશુદ્ધિક ચરિત્ર કહે છે.
તેના બે ભેદ છે-નિર્વિશમાન અને નિર્વિષ્ટ કાયિક જે એ તપિવિધિ અનુસાર તપશ્ચરણ કરી રહ્યા હોય તેઓ નિર્વિશ્યમાન કહેવાય છે, અને જેઓ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૭૫