Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને ઉપશમ શ્રેણિ પર આરહણ કરવાવાળાનુ ચારિત્ર વિશુદ્ધચમાનક કહેવાય છે. અને ઉપરમ શ્રેણિના દ્વારા અગીઆરમા ગુણસ્થાન સુધી પહેાંચીને ત્યાંથી પતન પામનાર જીવ જ્યારે ફરીથી દશમા ગુણસ્થાનમાં આવે છે તે સમયનું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર સ'કલીસ્યમાનક કહેવાય છે.
યથાખ્યાત ચારિત્ર અહીં' ‘યથા' શબ્દ યથાના વાચક છે, ‘' અભિવિધિના દ્યોતક છે. તેથીજ યથાર્થ રૂપે પૂરિત રહીને જે ચારિત્ર કષાય રહિત કહેલ છે તે યથાખ્યાત ચારિત્ર કહેવાય છે.
એ ચારિત્રના પણ એ ભેદ છે -છમસ્થિક અર્થાત્ છાદ્મસ્થને થનારૂ અને કૈવલિક અર્થાત્ કેવલીને થનારૂં'. છામાસ્થિક ઉપશાન્ત મેહ અને ક્ષીણ મેહ નામક અગીયારમા તથા બારમા ગુણસ્થાનમાં થાય છે. કેવલિક સયેાગિ કેવલી અને અયેગી કેવલીને તેમા અને ચૌદમા ગુણસ્થાનમાં થાય છે.
આ વિષયનું સ્પષ્ટિકરણ કરતા સૂત્રકાર પ્રરૂપણ કરે છે સામાયિક ચારિ
ત્રાઅે કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આધ્યેા-સામાયિક ચારિત્રાય એ પ્રકારના કહ્યા છે. જેમકેઇરિક સામાયિક ચારિત્રાય અને યાવત્ કથિક સામાયિક ચારિત્રા, આ સામાયિક ચારિત્રાની પ્રરૂપણા થઇ.
છેદ્દેપસ્થાપનીય ચારિત્રાય કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો—પસ્થાપનીય ચારિત્રાય એ પ્રકારના કહ્યા છે.--સાતિચાર ઇંદ્દેપસ્થાપનીય ચારિત્રાય અને નિરતિચાર ઇંદ્યોપસ્થાપનીય ચારિત્રવાય .
ઉપસંહાર કરતા થકા કહે છે આ ઇંદ્રેપસ્થાપનીય ચારિત્રા ની પ્રરૂપણા થઈ.
હવે પરિહાર વિશુદ્ધિક ચારિત્રાની પ્રરૂપણા કરે છે. પરિહાર વિશુદ્ધિક ચારિત્રાય કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે-એ પ્રકારના છે—નિવિશમાન પરિહારિ વિશુદ્ધિક ચારિત્રાય અને નિર્વિષ્ટ કાયિક પરિહાર વિશુદ્ધિ ચારિત્રાય. ઉપસંહાર કરતા કહે છે—આ પરિહાર વિશુદ્ધિક ચારિત્રાની પ્રરૂપણા થઇ. હવે સૂક્ષ્મ સંપરાય ચારિત્રાની પ્રરૂપણા કરે છે
સૂક્ષ્મ સંપરાય ચારિત્રાય કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને કહ્યું-એ પ્રકારના છે, તે બે પ્રકાર આ પ્રમાણે છે–સ...કલીશ્યમાન સૂક્ષ્મસ’પરાય ચારિત્રાય અને વિશુદ્ધચમાન સૂક્ષ્મ સ`પરાય ચારિત્રાય આ સૂક્ષ્મ સ ́પરાય ચારિત્રાની પ્રરૂપણા છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૭૮