Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. આ રીતે જે હમણાંજ કહેવામાં આવેલ કપાટ હ્રયમાં પ્રવેશ નથી કરતા અથવા તિર્જાલાજીમા પ્રવેશ નથી કરતા પૂર્વ ભવમાંજ સ્થિત છે. તેમની ગણના નથી કરાતી કહ્યું પણ છે પીસ્તાલીસ લાખ યેાજન પહેાળાં એ કપાટ છે જે છ એ દિશાઓમાં લેાકાન્તને સ્પર્શી કરે છે. તેમના મધ્યમાં જે તેજસ્કાયિક છે, તેનું અહિં ગ્રહણ કરાયેલુ છે સ્થાપના આ રીતે છે
.
સમ્રુદ્ધાતની અપેક્ષાએ ખાદર અપર્યાપ્ત તેજસ્કાયિક સમ્પૂર્ણ લેાકમાં ડાય છે. એક એક પર્યાપ્તના આશ્રયથી અસ ંખ્યાત અપર્યાપ્તની ઉત્પત્તિ થાય છે, તેથીજ અપર્યાપ્ત ખાદર તેજસ્કાયિક ઘણી વધારે થાય છે તેએ સૂક્ષ્મમાં ઉત્પન્ન થાય છે અને સૂક્ષ્મ તેજસ્કાયિક સર્વત્ર વિદ્યમાન છે. તાત્પર્ય એ છે કે અપ ર્યાપ્ત આદર તેજસ્કાયિક પોતાના લવના અન્તમાં મારણાન્તિક સમુદ્દાત કરીને સમસ્ત લેાકને ભરીદે છે, અથવા એમ સમજવું જોઇએ કે પૂર્વોક્ત બન્ને પાટાને અપાન્તરાલેમાં જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ જીવ અપર્યાપ્તક માદર તેજસ્કાયિકા ઉત્પન્ન થતાંજ મારણાન્તિક સમુદ્ઘાત કરે છે તે વિષ્ણુ ભ અને બાહુલ્ય (વિસ્તાર અને મેાટાઇ) માં શરીર પ્રમાણ તથા લંબાઈમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ લેાકાન્ત પન્ત આત્મ પ્રદેશાને બહાર કાઢે છે. આગળ અવગાહન સંસ્થાન પત્રમાં કહેવાશે કે હે ભગવન્ ! મારણાન્તિક સમુદ્ઘાત કરવાવાળાં પૃથ્વીકાયિકના તેજસ શરીરની અવગાહના કેવડી મેાટી હાય છે?
ઉત્તર-હે ગૌતમ ! વિષ્ફભ અને માહુલ્યથી શરીર પ્રમાણ થાય છે, લખાઇની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ લેાકા ન્ત પ્રમાણુ હાય છે. તદ્દનન્તર તે સૂક્ષ્મ પૃથિવીકાયિક આદિ પોતાના ઉત્પત્તિ દેશ પર્યંન્ત આત્મપ્રદેશને ફેલાવે છે અને વિગ્રહગતિમાં વિદ્યમાન થઈને ખાદર પર્યાપ્તક તેજસ્કાયિકના આયુષ્યનુ વેદન કરવાના કારણે ખાદર અપર્યાપ્તક તેજસ્કાયિક કહેવાય છે. તેએ સમુદ્ધાતની સ્થિતિમાંજ વિગ્રહુ ગતિમાં વમાન હાય છે અને જે સમુદ્દાત ગત હાય છે તેઓ સકલ લેાકને વ્યાપ્ત કરે છે. તેથી જ સમ્રુદ્ધાતની અપેક્ષાએ સર્વલોક વ્યાપી કહેલાં છે.
સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસખ્યાતમા ભાગમાં થાય છે, કેમકે પર્યાપ્તોના આશ્રયથીજ અપર્યાપ્તોના ઉત્પાદ થાય છે અને પશ્તોનું સ્થાન મનુષ્ય ક્ષેત્ર જ છે અને મનુષ્ય ક્ષેત્ર સૌંપૂર્ણ લોકના અસંખ્યાતમા ભાગ માત્ર છે. તેજ અસંખ્યાતમા ભાગ અહી સમજવા જોઇએ.
સૂક્ષ્મ પર્યાપ્તક અને અપર્યાપ્તક તેજસ્કાયિક સૂક્ષ્મ પૃથ્વીકાયિકાના સમાન સમજવા જોઇએ, આ અભિપ્રાયથી કહે છે–ભગવન્ ! સૂક્ષ્મ તેજસ્ફાયિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૯૬