Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકાઈ-હવે રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકના સ્થાન આદિની પ્રરૂપણ કરવાને માટે કહે છે.
શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેના સ્થાન ક્યાં છે? એ વિષયની અધિક સ્પષ્ટતાને માટે પ્રશ્ન કરા–હે ભગવન! રત્નપ્રભાના નારક ક્યાં રહે છે ?
શ્રી ભગવાન ઉત્તરેદે છે હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી એક લાખ એંસી હજાર યોજન મટી (જાડી) છે. તેના ઉપરના ભાગથી એક હજાર યોજન અવ ગાહન કરવાથી અર્થાત્ એક હજાર એજન ઉપરના ભાગને તથા નીચે પણ એક હજાર જન છોડીને વચલા એક લાખ અડસઠ હજાર જનમાં રત્ન પ્રભા પૃથ્વીના નારકના નરકાવાસ ત્રીસ લાખ છે, એવું મેં તથા અન્ય તીર્થ કરોએ પણ કહ્યું છે. તે રત્નપ્રભાના ત્રીસ લાખ નારકાવાસ અંદરથી ગળાકાર છે. બહારથી ચતુરસ છે (ચોરસ) અને નીચે (સજાયા) ભુરખના સમાન તીણ આકારવાળા છે. સદૈવ અન્ધકાર યુક્ત હોવાથી અંધારાવાળા છે. કેમકે ત્યાં ગ્રહ, ચન્દ્રમાં સૂર્ય, નક્ષત્ર વિગેરે તિષ્કોને સંચાર નથી થતા. ઉપલક્ષણ થી ત્યાં તારાઓને પણ અભાવ સમજી લેવા જોઈએ. તે નારકાવાસે સ્વભાવ સિદ્ધ મેદ, ચબી, સડેલ લોહી અને માંસના કીચડના લેપથી લિપ્ત તળવાળા છે. એ કારણે અપવિત્ર છે અને બીભત્સ છે અગર અપક્વગંધ વાળા છે ખૂબજ ધૃણાજનક છે. પરમ દુધવાળા છે મૃત ગાય આદિના સડેલા કલેવરથી પણ અધિક અનિષ્ટ બદબ વાળા છે. કપિત અગ્નિના સમાન વર્ણવાળા છે અર્થાત્ કુંકાતા એવા લેહાગ્નિની જવાળાઓના સદશ છે. તેઓને સ્પર્શ એટલે બધે કઠોર હોય છે કે સહન કરવો કઠણ પડે છે. એ કારણે તેઓ દુરધ્યાસ કહેવાય છે. તે નરકાવાસે અશુભ અર્થાત્ અરમણીય હોય છે અને ત્યાંની વેદનાઓ પણ અશુભ હોય છે.
આ ઉપર્યુક્ત સ્થાને અર્થાત્ નારકાવાસમાં રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકના સ્વસ્થાન કહ્યાં છે. તેઓ ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. સમુદ્ધાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમાં ભાગમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૦૮