Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવું બધાં જળાશયમાં તેમજ જળસ્થાનમાં, બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત છના સ્વસ્થાન કહ્યા છે ઉપપતની અપેક્ષાએ બાદર વનસ્પતિ કાયિક પર્યાપ્ત સર્વલોકમાં થાય છે, કેમકે તેમના સ્વથાન ઘનધિ આદિ છે અને ત્યાં શિવાલ આદિ બાદર નિગોદ જીવ થાય છે. સૂક્ષ્મ નિગોદના જીવની ભવસ્થિતિ અન્ત મુહૂર્તની હોય છે. તત્પશ્ચાત્ તે બાદર પર્યાપ્ત નિગોદમાં ઉત્પન્ન થાય છે તે બીજા બાદર પર્યાપ્ત નિગદની આયુષનું વેદન કરતાં છતાં સુવિશુદ્ધ ત્રાજુસૂત્ર નયની અપેક્ષાએ બાદર પર્યાપ્ત વનસ્પતિ કાયિક કહેવાવા લાગે છે, અને ઉપપાતની અપેક્ષાએ સમસ્ત કાલ અને સમસ્ત લોકોને વ્યાપ્ત કરે છે.
સમુદ્રઘાતની અપેક્ષાએ સર્વલોકમાં છે, કેમકે જ્યારે બાદર નિગોદ સૂમ નિગેદ સંબંધી આયુષ્યને બન્ધ કરીને અને અન્તમા મારણાનિક સમુદુઘાત કરતા રહિને આત્મ પ્રદેશને ઉત્પત્તિ દેશ સુધી ફેલાવે છે. ત્યાં સુધી પણ તેઓનું બાદર નિગદ પર્યાપ્તનું આયુષ્ય ક્ષીણ નથી થતું તેથી જ તેઓ તે સમયે પણ બાદર નિગદ જ કહેવાય છે અને સમુઘાતની અવસ્થામાં સંપૂર્ણ લોક વ્યાપી હોય છે.
સ્વસ્થાનની અપેક્ષાથી પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક લોકના અસંખ્યય ભાગમા થાય છે, કેમકે ઘનેદધિ આદિ પૂર્વોક્ત બધા સ્થાન મળીને પણ લોકના અસંખ્યાતમા ભાગ માત્રજ છે.
- શ્રી ગૌતમ સ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન્! બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તકના સ્થાન ક્યાં કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! જ્યાં બાદર વનસ્પતિ પર્યાપ્ત ના સ્થાન છે ત્યાંજ બાદર વનસ્પતિ કાયના અપર્યાપત જીવોના પણ સ્વસ્થાન છે. આ અપર્યાપ્ત જીવ પૂર્વોક્ત યુક્તિ અનુસાર ઉપપાતની અપેક્ષાથી સર્વ લોક માં થાય છે સમુદુઘાતની અપેક્ષાએ સર્વલોકમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ અપર્યાપ્તક બાદર વનસ્પતિક યિક લોકના અસંખ્યાતમાં ભાગમાં કહેલાં છે. એનું કારણ પણ પહેલા બતાવી દિધેલું છે.
શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂમ વનસ્પતિ કાયિકોના સ્થાન કયાં છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યસૂમ વનસ્પતિકાયિકમાં જે પર્યાપ્ત અને અપર્યાપ્ત છે, તેઓ બધા એક પ્રકારના છે, વિશેષતા રહિત છે, તેમાં કોઈ નાના–નથી અને તેઓ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે
હે આયુષ્યનું શ્રમણ! એવું મેં અને અન્ય સર્વ તીર્થકરેએ પણ પ્રરૂપણ કર્યું છે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૦૧