Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વત્સદેશમાં કૌશામ્બી નગારી (૧૪) શાંડિલ્યદેશમાં નન્દિપુર (૧૫) મલયદેશમાં ભદિલપુર (૧૬) વત્સદેશમાં વિરાટ નગર (૧૭) વરણ જનપદમાં અચ્છા નગરી (૧૮) દશાણે દેશમાં મૃત્તિકાવતી નગરી (૧૯) ચેદિજનામાં શૌક્તિકાવતી નગરી (૨૦) સિધુ સૌવીર દેશમાં વીતભય નામક નગર (૨૧) શુરસેન દેશમાં મથુરા નગરી (૨૨) અંગ નામક જનપદમાં પાવાપુરી (૨૩) પુરીવત જનપદમાં માસાનામક નગરી (૨૪) કુણાલ દેશમાં શ્રાવસ્તી નામક નગરી (૨૫) લાટદેશમાં કેટિવર્ષ નામક નગર અને (૨પા) કેકયારÁ જનપદમાં તામ્બિકા નગરી,
આ બધા ક્ષેત્રો આર્યક્ષેત્ર કહેવાય છે. અને અહિંના રહેનાર મનુષ્ય ક્ષેત્રની અપેક્ષાએ આર્ય છે. આમને આર્યક્ષેત્ર કહેવાનું કારણ આ છે કે સાડા પચી ક્ષેત્રોમાં તીર્થકરોની. ચકવતીઓની, બલદેવના તેમજ વાસુદેવના જન્મ થાય છે. આ પ્રકારે ફલિતાર્થ એ થયો કે જ્યાં તીર્થકર વિગેરેના જન્મ થયા તે ક્ષેત્રે આર્યક્ષેત્ર કહેવાય છે અને બાકીના અનાય. હવે–જાતિ–આર્યની પ્રરૂપણ કરાય છે. પ્રશ્ન એ છે કે જાતિથી આય કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો-જાત્યાય છ પ્રકારના કહેલા છે, તેઓના નામ આ રીતે છે
(૧) અમ્બષ્ઠ (૨) કલિન્દ (૩) વૈદેહ (૪) વેદંગાદિક (૫) હરિત અને (૨) ચુંચુણ. આ છ ઈભ્ય અર્થાત્ માનનીય અર્ચનીય જાતીઓ કહેલી છે. - તેથી જ અન્ય શાસ્ત્રીમાં અનેક પ્રકારની જાતિનું વર્ણન ઉપલબ્ધ થવા છતાં પણ લેકમાં આ અમ્બષ્ઠ આદિ છ જાતિયના માણસો જ જાતિથી આર્ય કહેવાય છે. એનાથી અતિરિક્ત અન્ય જાતિ વાળા જાત્યાય કહેવાતાય
હવે કુલાની પ્રરૂપણ કરાય છેપ્રશ્ન છે કે કુલાય અર્થાત્ કુળની અપેક્ષાને આય કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાને કહ્યું–કુલાય છે પ્રકારના છે. જે આ રીતે છે-(૧) ઉગ્ર (૨) ભેગ (૩) રાજન્ય (૪) ઈફવાકુ (૫) જ્ઞાત અને (૬) કીરવ્ય છે.
તાત્પર્ય એ છે કે આ કુળમાં જન્મ લેવાવાળા કુલા કહેવાય છે. આ કુલાર્યોની પ્રરૂપણ થઈ.
હવે કર્માની પ્રરૂપણ કરે છે, કર્માય કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્ય–કમય અનેક પ્રકારના કહેલા છે. તેઓ આ રીતે છે–દષિક, સૌત્રિક. કાર્લાસિક, સૂવૈતાલિક, ભાડૂવૈતાલિક. કૌલાલિક, અને નરવાહનિક. તદુપરાન્ત આવા પ્રકારના જે બીજા હોય તેઓને પણ કર્માર્ય સમજવા જોઈએ. આ કર્માની પ્રરૂપણ થઈ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૫૬