Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પરિધિવાળી ચોક્ત પ્રમાણવાળી પાવર વેદિકા અને વનખંડથી સુશોભિત. જબુદ્વીપની વેદિકાથી છ જનના અંતરવાળા ચાર દ્વીપે છે. તેના નામ આ પ્રમાણે છે- અશ્વમુખ, હસ્તિસુખ, સિંહમુખ, અને વાઘમુખ,
આ અધમુખ વિગેરે દ્વીપની આગળ કમાનુસાર પૂર્વોત્તર વિગેરે વિદિશાઓમાં સાત-સાતસો યોજન આગળ જતા સાત સાત જનની લંબાઈ પહોળાઈ વાળા ૨૨૧૩ બાવીસ સે તેર જનની પરિધિવાળી તથા પૂર્વોક્ત પ્રમાણવાળી પદ્મવર વેદિકા અને વનખંડથી સુશોભિત કબૂદીપની વેદિકાથી સાત જન પ્રમાણના અન્તરવાળા અશ્વકર્ણ. હરિકણ, અકર્ણ અને કર્ણ પ્રાવણ નામના ચાર દ્વીપ છે.
આ અશ્વકર્ણ આદિ ચારે દ્વિીપની આગળ કરીને પૂર્વોત્તર આદિ વિદિશાઓમાં આઠ આઠસે જન આગળ જવાથી ચાર દ્વિીપ બીજા છે. તે દ્વીપે આઠ આઠ જનની લંબાઈ પહોળાઈ વાળા છે. પચીસ ઓગણત્રીસ જનની તેઓની પરિધિ છે. પૂર્વોક્ત પ્રમાણ વાળી પદ્મવર વેદિકા અને વનખ ડોથી યુક્ત છે. જમ્બુદ્વીપની વેદિકાથી આઠ જન અખ્તરવાલા છે. તેઓના નામ ઉ૯કામુખ, મેઘમુખ, વિન્મુખ અને વિશુદન્ત છે.
આ ઉલ્લકામુખ આદિ ચારે દ્વીપની આગળ કમશઃ પૂર્વોત્તર આદિ વિદિશાઓમાં નવ નવ યોજન દૂર નવસો નવો જનની લંબાઈ પહેલાઈ વાળા અને અડ્યાવિસ સે પીસ્તાળીશ જનની પરિધિવાળા, પૂર્વોક્ત પ્રમાણ વાળી પદ્મવર વેદિકા અને વનખંડથી સુશોભિત ચાર દ્વીપ બીજા છે.
તેઓના નામ–ઘનદન્ત, લષ્ટદન્ત, ગૂઢદન્ત અને શુદ્ધદન્ત. એ પ્રમાણે છે એ જમ્બુ દ્વીપની વેદિકાથી ન જન પ્રમાણ અન્તર પર છે.
આ રીતે હિમવાન પર્વતની દાઢાઓ પર આ અઠયાવીશ અન્તર દ્વીપ છે. આ પ્રકારે હિમવાન પર્વતના સમાન વર્ણ અને પરિમાણવાળા તથા પદ્મ હદના સમાન લાંબા-પહોળા અને ઊંડા પુંડરિક હદથી સુશોભિત શિખરી પર્વતપર, લવણ સમુદ્રના જળસંપર્શથી આરંભીને પૂર્વોક્ત અંતરપર ચાર દિશાઓમાં એકરૂક આદિ નામેવાળા અડ્યાવીસ દ્વીપ છે.
તેનું અત્તર, લંબાઈ પહોળાઈ અને પરિધિ વિગેરે બધું પૂર્વવતુ સમજવું જોઈએ. બન્ને બાજુના મળીને અન્તર દ્વિીપ છપ્પન છે. તેઓમાં રહેનારા મનુષ્ય પણ ઉપચારથી તેજ નામથી વ્યવહાર પામે છે; કેમકે જે જ્યાં રહે છે તેને તેજ નામથી બોલાવાય છે.
અન્તર દ્વીપના મનુષ્ય વજ ત્રાષભ નારા સંહનન વાળા હોય છે. કંક પક્ષીના તુલ્ય પરિણમનવાળા અનુકૂલ વાયુવેગવાળા, અને સમચતુરસ, સંસ્થાન વાળા હોય છે.
તેમના પગ સુંદર બનાવટવાળા અને કાચબા જેવા હોય છે. તેમની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૪ ૭