Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
બને જાંઘ ચીકણા આછાવાળ વાળી અને કુરૂવિન્દના સમાન ગળાકારે હોય છે. તેમને જાનુ ભાગ નિગૂઢ અને સુશ્લિષ્ટ અર્થાત્ સારી રીતે જોડાયેલ હોય છે તેમને ઉરૂભાગ હાથીની સુંઢની જેમ ગોળાઈવાળો હોય છે. કમર સિંહની જેમ, મધ્ય ભાગ વજની જેમ, નાભિમંડળ દક્ષિણાવર્ત તથા વક્ષસ્થળ શ્રીવત્સના ચિહ્નથી યુક્ત તેમજ વિશાળ અને પુષ્ટ હોય છે. તેમના હાથે કઈ નગરના દરવાજાની ભુંગળના સમાન હોય છે. પોંચા સુસંબદ્ધ હોય છે. હાથ અને પગના તળીયાં લાલ કમળની જેથે લાલ હોય છે. ડોક ચાર આંગલી પ્રમાણ સમ અને વૃત્તાકાર શંખ જેવી હોય છે. મુખમંડલ શર૬ રૂતુના ચન્દ્રમાના સરખું સૌમ્ય હોય છે. કમંડળથી તે ચામર સુધી પ્રશસ્ત અને ઉત્તમ બત્રીસ લક્ષણોથી યુક્ત હોય છે
ત્યાંની સ્ત્રીઓ પણ ઘાટીલા સર્વાગથી સુન્દર હોય છે. તેમાં સ્ત્રીઓ ના બધા ગુણ વિદ્યમાન હોય છે.
તેઓના પગ એક બીજી આંગળીથી જોડાયેલા કમલ દલની સમાન સુકોમળ, કર્મના આકારના અને મનહર હોય છે. તેઓની બન્ને જાંઘ રેમરહિત અને પ્રશસ્ત લક્ષણોથી યુક્ત હોય છે. તેમને જાનુભાગ ભરાવદાર અને પુષ્ટ હોય છે. જંઘાએ પણ કેળને સ્તંભની જેમ પુષ્ટ માંસલ અને વિશાલ હોય છે.
તેમની રેમ પંક્તિ મુલાયમ અને કાન્તિયુક્ત હોય છે. નાભિ દક્ષિણ વત તરંગવાળી, ઉદર કૃશ અને સ્તન સુવર્ણ કળશ સરખા ઉઠાવદાર અને પુષ્ટ હોય છે. બાહલતાઓ ઘણી સુકેળ હોય છે. નયને વિકસિત કમલની સમાન સુન્દર અને વિશાલ હોય છે. ભમરે કામદેવના ધનુષના સરખી અને કેશ કાન્તિમાન અને સુંવાળા હોય છે. તેમને શૃંગાર ભવ્ય અને વેષ સુશેભિત હોય છે.
સ્વભાવથી જ હાસ્ય વિલાસ અને વિશ્વમાં પરમ નિપુણતાને ધારણ કરનાર હોય છે. ત્યાંના મનુષ્ય સ્વાભાવિક પણે સુગન્ધમય વદનવાળા, અત્યન્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૪૮