Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શ્રી ભગવાન ઉત્તર આપે છે- અનેક પ્રકારના છે, જેમ ઘેડા, અશ્વતર ઘાટક ગધાડા, ગેરક્ષર, કન્દલક. શ્રીકાન્દલક, આવક, તેમજ એવી જાતના અન્ય જે કોઈ એક ખરીવાળા છે, તેમની ગણતરી આની સાથેજ કરવી જોઈએ આ એક ખરી વાળા તિર્યચે બતાવ્યાં.
હવે બે ખરીવાળા સ્થલચર પંચેન્દ્રિયની પ્રરૂપણા કરે છે બે ખરી વાળા કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્ય–અનેક પ્રકારના કહ્યા છે. તે આ રીતે છે ઊંટ, ગાય, ગવય (નીલગાય,) રઝ, પશુ, મહિષ, મૃગ, સાબર, વરાહ, બકરા, એડગ, રૂરૂ, શરભ, ચમર, કુરંગ, તેમજ ગેક આદિ તદુપરાન્ત બીજા પણ આવા પ્રકારના જે હોય તેઓને પણ બ્રિખર સમજવા જોઈએ આ બે ખુરાની પ્રરૂપણ થઈ
હવે ચંડીપદની પ્રરૂપણ કરે છે– ગંડીપદ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને કહ્યું–ચંડીપદ અનેક પ્રકારના છે. તે આ રીતે હાથી હસ્તિ પૂતનક, મસ્કુણહસ્તી, અર્થાત્ મદનીયું (જેને દાંત ન હોય) ખડૂગી, ગેડે, તેમજ આવી જાતના બીજાં આ ગંડીપદની પ્રરૂપણા થઈ.
સનખ પદ કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રી ભગવાને કહ્યું –સખપદ અનેક પ્રકારના કહ્યાં છે, તેઓ આ પ્રકારે છે સિંહ, વાઘ, દ્વિપક, (દીપ) રીંછ, તરક્ષ, પારાશર, શિયાળ, બીલાડ, શ્વાન, કેલશ્યાન, લેમડી, ખરોદા, ચિત્ત, ચિલ્લાક, તેમજ આવી જાતના જે બીજાં છે. આ સનખપદની પ્રરૂપણા થઈ.
ચતુષ્પદ જીવ સંક્ષેપે બે પ્રકારના છે–જેમકે સંમૂર્ણિમ અને ગર્ભાજ તેમાં જે મૂર્ણિમ છે તે નપુંસક હોય છે અને તેમાં જે ગર્ભજ છે તેઓ ત્રણ પ્રકારના છે, સ્ત્રી, પુરૂષ, અને નપુંસક, વિગેરે આ રીતે આ સ્થળચર પંચેન્દ્રિય તિર્યો કે જેમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બને સંમિલિત છે તે એની દશ લાખ જાતિકુલ કેટીનિ પ્રવાહ છે. એમ તીર્થકરેએ કહ્યું છે. આ ચ તુપાદ પંચેન્દ્રિય સ્થલચર તિર્યંચ જેની પ્રરૂપણા પુરી થઈ છે સૂ. ૧૩૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૨૯