Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તદુપરાન્ત ગ્રામ નિવેશમાં, નગર નિવેશમા, નિગમ નિવેશમા, બેટ નિવેશમા, કર્નર નિવેશમા, મડઓ નિવેશમાં દ્રણમુખ નિવેશમા પટ્ટન નિ. વેશમાં, આકર નિવેશમા, આશ્રમ નિવેશમાં, સંબધ નિવેશમાં અને રાજધાનીના નિવેશમાં એની ઉત્પત્તિ થાય છે.
ગ્રામ આદિ વસ્તીનું લક્ષણ આ રીતે છે
જે બુદ્ધિ આદિ ગુણોને ગ્રસીલે તે વાડથી ઘેરાએલી વસ્તી ગ્રામ કહે. વાય છે. અથવા શાસ્ત્રમાં પ્રસિદ્ધ અઢાર પ્રકારના કર જ્યાં લાગે છે તે ગામ નગર, અર્થાત્ જ્યાં અઢાર પ્રકારના કર ન લાગતા હોય
જ્યાં ઘણું વણિક જનેને સમૂહ રહેતો હોય તે નિગમ કહેવાય છે. એટ અથવા ખેડા એ વસ્તી–નિવાસ છે જે ધૂળની ચાર ભીતથી ઘેરાએલી છે. નાના પ્રાકાર કેટથી વીંટળાયેલી વસ્તી કર્બટ કહેવાય છે.
જેની આસપાસ અઢી કોશ સુધીમાં બીજી કઈ વસ્તી ન હોય તેને તે મડઓ કહે છે.
જેમાં મોટે ભાગે જલ માર્ગેથી જવાય અવાય છે. તે દ્રોણમુખ, જ્યાં ગાડી ઘોડાં અને નાવથી જવાય તે વસ્તી પત્તન કહેવાય છે. અને જેમા બધી વસ્તુઓ મળતી હોય તેમજ નાવથીજ જઈ શકાય તેને પટ્ટણ કહેવાય છે,
જ્યાં સેના વિગેરેની ખાણ હોય તેને આકર નિવેશ કહે છે તપસ્વીજને જેમાં નિવાસ કરે છે તે સ્થાન આશ્રમ નિવેશ કહેવાય છે.
ખેડુતેના અનાજની સાચવણી માટે જે દુર્ગમભૂમિ સ્થળ બનાવ્યું હોય અગરતો યાત્રાએ નિકળેલા ઘણું યાત્રીઓ જ્યાં રહે તે સ્થાન સંબધ કહેવાય છે. જે વસ્તીમાં રાજા રહેતા હોય તેને રાજાને કહે છે.
આ બધા સ્થાનને જ્યારે વિનાશ થવાનું હોય ત્યારે આસાલિકાની ઉપત્તિ થાય છે. આસાલિકા જઘન્ય આંગળીના અસંખ્યાતમા ભાગની અવ ગાહનાથી ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટ બાર એજનની અવગાહનાથી. એનો વિઝંભ વિસ્તાર અને બાહલ્ય (જાડાઈ) અવગાહનાના અનુરૂપ થાય છે.
તે ચક્રવતીના સ્કંધાવાર આદિની નીચેની જમીનની અંદરથી નીકળે છે. તે આસાલિક અસંજ્ઞી હોય છે. મિથ્યાદષ્ટિ હોય છે, એટલે જ તે અજ્ઞાની હોય છે. તેમનું આયુષ્ય અંતમુહૂર્ત માત્ર હોય છે. અને આટલા વખત માંજ મરી જાય છે.
આ રીતે ભગવાન આર્ય સ્વામીના પ્રથમ આવેલા સૂત્રનું ગૌતમસ્વામીને ભગવાનની ઉક્તિના રૂપમાં કથન કરે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧ ૩૪