Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( ૪ રચિરપુઢવિવરૂા) આ ખર બાદર પૃથ્વીકાયિકેની પ્રજ્ઞપના થઈ રે રં વાયરપુષિારચા) બાદર પૃથ્વીકાયિકેની પ્રજ્ઞાપના થઈ (સે પુવિચા) આ પૃથ્વીકાયિક જીની પ્રજ્ઞાપના થઈ. એ સૂ. ૧૪ છે
ટીકાથ–હવે શિષ્ય પૃથ્વી કાયિક જીના વિષયમાં જીજ્ઞાસા કરીને પ્રશ્ન કરે છે–પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારના કહ્યા છે. ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–પૃથ્વી કાયિક જીવ બે પ્રકારના કહેલા છે. તેઓ આ પ્રકારે છે.
સૂમ પૃથ્વીકાયિક અને બાહર પૃથ્વીકાયિક. જે જેને સૂક્ષમ નામ કમને ઉદય થાય તેઓ સૂફમ કહેવાય છે. એવા પૃથ્વીકાયિક જીવ સૂકમ પૃથિવીકાયિક છે. જેમને બાહર નામ કમને ઉદય હોય તેઓ બાદર કહેવાય છે. એવા પૃથ્વીકાયિક બાદર પૃથ્વીકાયિક કહેવાય છે.
બેર અને આંબળામાં જેવી સૂક્ષમતા અને બાદરતા છે. એવી અપેક્ષિક સૂક્ષમતા અને બાદરતા છે. એવું અર્થાત્ સાપેક્ષ નાનાપણું અને મોટાપણું અહીં ન સમજવું જોઈએ, આતે કર્મોદયના નિમિત્તથી જ સમજવું જોઈએ. બે જગ્યાએ (-૨) ને પ્રયોગ કરાયું છે, તે આવા તથ્યને પ્રગટ કરે છે કે આ સૂમ બાદરના પણ અનેક અવાન્તર ભેદ છે, જેમકે પર્યાપ્ત. અપર્યાપ્ત વિગેરે. આ શર્કરા અને વાલુકા આદિ ઉપભેદેના પણ સૂચક છે.
સૂક્ષ્મ પૃથિવીકાયિક જીવ સંપૂર્ણ લેકમાં એવા ભરેલા છે કે જેમ કેઈ પિટીમાં ગંધ દ્રવ્ય નાખવાથી તેમાં બધે સુગંધ ફેલાઈ જાય છે. બાદર પૃથ્વી કાયિક ચોક્કસ એક્કસ જગ્યાઓ પર, કાકાશના એક ભાગમાં હોય છે. તેઓ નું ચિકકસ જગ્યાઓમાં થવું તે આગળ દ્વિતીય પદમા બતાવવામાં આવશે.
હવે સૂમ પૃથ્વીકાયિક જીની પ્રરૂપણ કરાય છે.
સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે–સૂમ પૃથ્વીકાયિક બે પ્રકારના હોય છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત પર્યાપ્તિનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે તે પર્યાપ્તિઓ (જેઓની પૂર્ણ થયેલ છે. તેઓ પર્યાપ્ત કહેવાય છે. અહીંયાં (ગ્રાફિક્સ) એ સૂત્રથી (મતુ) અર્થમાં ઝ પ્રત્યય થયું છે. પર્યાપ્તને જ પર્યાપ્તક કહે છે. અહીં પણ જે “ અવ્યયને પ્રયોગ કર્યો છે તે પર્યાપ્તના લબ્ધિપર્યાપ્ત, અને કરણપર્યાપ્ત એ ભેદોનું સૂચન કરે છે, જે જે પિતાને ગ્ય પર્યાતિઓને પુરી ન કરી ચુક્યા હેય તેઓ અપર્યાપ્ત કહેવાય છે.
આવા સૂકમ પ્રકાયિક જીવોને અપર્યાપ્ત સૂક્ષમ પ્રશ્વીકાયિક કહેલા છે. અહીં પણ (૨) અવ્યયને પ્રયોગ એ વાતને સૂચક છે કે અપર્યાપ્ત પણ બે પ્રકારના હોય છે—લબ્ધિથી અપર્યાપ્ત અને કરણથી અપર્યાપ્ત જે જીવે અપર્યાપ્ત રહીને જ મરી જાય છે તેઓ લબ્ધિ અપર્યાપ્ત છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૭૧