Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે ઉપસંહારકરતા કહે છે. આ કુણુની પ્રરૂપણા કરાઇ છે. હવે ઉક્ત અને અનુક્ત અના સંગ્રહને માટે શાસ્ત્રકાર કહે છે
વૃક્ષાની આકૃતિએ નાના પ્રકારની મને છે. અહી` વૃક્ષ શબ્દ ઉપલક્ષણ છે, તેથી તેનાથી ગુચ્છ, ગુલ્મ વિગેરેના ગ્રહણને સમજી લેવુ' જોઇએ. તેમના પાંદડાં એક જીવક અર્થાત્ એક જીવથી વ્યાપ્ત હોય છે. તેના સ્કંધ પણ એક જીવવાળા હોય છે.
કયા વૃક્ષાના પાન અને સ્કન્ધ એક જીવ વાળાં હેાય છે? તેને ઉત્તર છે–તાલ સરલ, અને નાળીએરી વૃક્ષેાના. પરન્તુ આ વૃક્ષેાનું ગ્રહણુ અહી ઉપલક્ષણુજ સમજવું જોઇએ. તેથીજ બીજા વૃક્ષાના સ્કન્ધ પણ આગમાનુસાર એક જીવ વાળાં સમજવાં જોઇએ. કાઇ કાઇ વૃક્ષાના સ્કન્ધ અસંખ્યાત જીવા ત્મક પણ હાય છે. કેમકે પહેલાં કહેવાયું છે (ધંધાવિ સષય વિયા) અર્થાત્ સ્કન્ધ પણ અસંખ્યાત જીવા વાળા હોય છે.
શકા—અથવા પ્રત્યેક અનેક શરીર વાળાં જીવાથી અધિષ્ઠિત છે તે એક ખડ શરીરાકાર કેવી રીતે દેખાય છે?
સમાધાન—જેમ સંપૂર્ણ સરસવેાને જો શ્લેષદ્રવ્યથી મિશ્રિત કરી દેવાય તા તે બધા એક રૂપ થઇ જાય છે, જો કે એ બધા સરસવ પરિપૂર્ણ શરીર વાળા હેાવાને કારણે પૃથક્-પૃથક્ પોતપેાતાની જુદાઈથી રહે છે.
એવી જ રીતે પ્રત્યેક શરીર જીવેાના શરીર સંઘાત પણ પોતપોતાની અવગાહનાથી રહે છે. છતાં એક રૂપ પ્રતીત થાય છે. અહીં આ સમજી લેવુ જોઈએ કે જેમ સરસવાને પરસ્પર જોડનાર શ્લેષદ્રવ્ય હાય છે. તેમ અહીં રાગદ્વેષના ઉપચયથી વિશિષ્ટ કમ છે. સરસવેાની જગ્યાએ અહી તે જીવાના પ્રત્યેક શરીર સમજવાં જોઇએ. ‘સ∞ સર્પ’ શબ્દના ગ્રહણથી જેમ તે સરસવેાની વિભિન્નતાના એકધ થાય છે. એજ પ્રકારે અહી પ્રત્યેક શરીર જીવાની વિભિન્નતાની પ્રતીત્તિ અને છે.
આજ વિષયને સમાવવાને બીજું દૃષ્ટાન્ત આપે છે-જેમ તલપાપડી ઘણા તàાના એક બીજાના મેળાપથી બને છે. એ તલપાપડીમાં દરેક તલ અલગ અલગ રહે છે. તે પણ તલપાપડી એક જોવામાં આવે છે. એવી રીતે પ્રત્યેક શરીર જીવેાના સઘાત પણ અલગ અલગ હેાવા છતાં એક રૂપ પ્રતીત થાય છે, ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે—આ પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિકાયિક જીવાની પ્રજ્ઞાપના થઈ.
અહીં જ્યાં જેટલા વનસ્પતિના ભેદની ગણના કરી છે ત્યાં વસ્તુત: તેએ ના પ્રત્યેક વનસ્પતિ કાયિકાના ભેદ સમજવા જોઇએ. પ્રકૃત સૂત્ર પ્રત્યેક વનસ્પતિ કાયિક વાની પ્રરૂપણાના માટે જ છે. ! સૂ. ૧૯ માં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૦૦