Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ અને અલ્પ શ્રતના હોવા છતાં પણ તેમજ જિનકપ અને મન:પર્યવ જ્ઞાનના અભાવમાં પણ મુક્તિને અભાવ નથી થતો. ૧
જેમ સ્ત્રીઓમાં વાદ આદિ લબ્ધિઓને અભાવ હોય છે, તે જ રીતે યદિ નિર્વાણને અભાવ પણ સ્વભાવ સિદ્ધ હેત તે આગમમાં એમ કહેલ હત જેમકે જબુસ્વામીના પછીના યુગમાં કેવલજ્ઞાનને અભાવ થઈ ગયે પણ સ્ત્રીઓના નિર્વાણનો અભાવ તે કયાંય પણ કહેલ નથી. તેથી સ્ત્રીઓને પણ મેક્ષ થઈ શકે છે. હવે વધારે વિસ્તાર નથી કરતા. જેમને અધિક જાણવું હોય તેઓ મારી લખેલી નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા ટીકામાં જોઈ લેવું.
(૯) પુરૂષલિંગસિદ્ધ-જે છે પુરૂષના શરીરમાં રહીને સિદ્ધ બને છે. તેઓ પુરૂષલિંગ સિદ્ધ કહેવાય છે.
(૧૦) નપુંસકલિંગ સિદ્ધ-જે સ્ત્રીનાં કે પુરૂષના શરીરમાં રહીને નહીં પણ નપુંસકના શરીરથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તેઓ નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે.
(૧૧) સ્પેલિંગ સિદ્ધ-જેઓ દેરા સાથે મુખવસ્ત્રિકાના રજોહરણ આદિ રૂપમાં સિદ્ધ હોય છે.
(૧૨) અન્યલિંગ સિદ્ધ-જેઓ અન્ય લિંગથી અર્થાત પરિવ્રાજક આદિના છલના અગર તે ભગવા વસ્ત્રવાળા દ્રવ્ય લિંગથી સિદ્ધ બને છે.
(૧૩) ગૃહિલિંગસિદ્ધ-જેઓ ગૃહસ્થના લિંગ (વેષ) થી સિદ્ધ બને છે, જેવાકે મરૂદેવી વિગેરે.
(૧૪) એકસિદ્ધ-જેઓ એક સમયમાં એકલાજ સિદ્ધ થયા તેઓ એક સિદ્ધ કહેવાય છે.
(૧૫) અનેકસિદ્ધ-જેઓ એક સમયમાં અનેક એકથી અધિક સિદ્ધ બન્યા હોય તેઓ અનેક સિદ્ધ કહેવાય છે.
એક સમયમાં અનેક સિદ્ધ હોય તે વધારેમાં વધારે આકસે આઠ (૧૦૮) સિદ્ધ થાય છે.
કહ્યું પણ છે કે જે સતત આઠ સમય સુધી સિદ્ધો બનતા રહે તે એક એક સમયમાં એકથી આરંભીને ૩૨ સુધી સિદ્ધ બને છે, અર્થાત્ પ્રથમ સમયમાં જઘન્ય એક-બે અને વધારેમાં વધારે બત્રીસ સુધી સિદ્ધ બને છે. બીજા સમયમાં પણ જઘન્ય એક બે અને ઉત્કૃષ્ટ બત્રીસ સિદ્ધો હોય છે, એ જ પ્રકારે ત્રીજા, ચોથા, પાંચમાં, છઠા, સાતમા અને આઠમા સમયમાં પણ જઘન્ય એક બે અને ઉત્કૃષ્ટ બત્રીસ સિદ્ધ હોય છે તેના પછી નવમાં સમયમાં અવશ્ય અન્તર પડી જાય છે.
અગર તેત્રીસથી તે અડતાલીસ સુધી નિરંતર સિદ્ધ બને તો સતત સાત સમય સુધી જ સિદ્ધ બને છે. તેના પછી અવશ્ય અન્તર પડી જાય છે. અર્થાત આઠમાં સમયમાં કેઈ જીવ સિદ્ધ નથી થતું. અથવા એગણ પચાસથી આરંભી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૬૫