Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવગાહન કરવામાં પણ અસમર્થ થાય. એવું હોતું નથી કેમકે પ્રત્યક્ષ વિરોધ છે.
સંમૂછિમ આદિ જમાં બન્ને પ્રકારના સર્વોત્કૃષ્ટ વીર્ય-પરિણામને અભાવ દેખાય છે, તેથી સ્ત્રીઓમાં પણ તે પરિણામના અભાવનું અનુમાન કરી શકાય છે. એમ કહેવું યોગ્ય નથી, કેમકે અન્તવ્યક્તિ દ્વારા હેતુ અનુંમાપક થાય છે, કેવળ બહિવ્યક્તિ માત્ર હોવાથી પૂર્વોક્ત હેતુ અનુમાપક નથી થઈ શકતે. અન્તવ્યતિ અવિનાભાવ સમ્બન્ધના બળે નિશ્ચિત બને છે, અને અહીં કઈ પણ અવિનાભાવ સમ્બન્ધને સદ્ભાવ નથી. તેથી અન્તવ્યતિનું ગ્રહણ થઈ શકતું નથી.
સસમ પૃથ્વીમાં ગમન મેક્ષ ગમનનું પ્રજકથી. અને ન મેક્ષ ગમન સક્ષમ પૃથ્વી ગમનનું વ્યાપ્ય જ છે. કેમકે ચરમ શરીર સપ્તમ પૃથ્વીમાં ગમન કર્યા સિવાય જ મેક્ષ ગમન કરે છે. પ્રતિબન્ધના અભાવમાં, એકના સિવાય બીજું પણ ન હોય એમ નથી બનતું એમ થવાથી તે ચાહે તેના અભાવમાં બધાને અભાવ થઈ જશે. સંમૂર્છાિમ આદિમાં મેક્ષ ગમનના અભાવનું કારણ શું હોઈ શકે ?
એને ઉત્તર એ છે કે તે ભાવને સ્વભાવજ એ છે. ભવના સ્વભાવના કારણેજ સંમ૭િમ આદિ જીવ સમ્યગ્દર્શન આદિને પ્રાપ્ત કરવામાં અસમર્થ બને છે અને એ કારણે તેઓ મેક્ષમાં પણ નથી જઈ શકતાં. સ્ત્રીઓ તે પૂર્વોક્ત પ્રકારે યથાવત્ સમ્યગ્દર્શન વિગેરેને પ્રાપ્ત કરી શકે છે, તેથી તેઓનું મેક્ષ ગમન પણ સંભવે છે.
તેના સિવાય ભુજપરિસર્પ બીજી નરક પૃથ્વી સુધી જાય છે. તેમાં ત્રીજી વિગેરે પૃથ્વીમાં જવાનાં કારણભૂત મનેવીય પરિણામ નથી હોતું. પક્ષી ત્રીજા નરક સુધી જ જાય છે. ચોપગાં (પશુ) ચોથા નરક સુધી જાય છે. સર્પો પાંચમાં નરક સુધીજ જાય છે. પરંતુ તે બધાનું ઉર્વગમન અધિક થી અધિક સહસ્ત્રાર દેવલેક સુધી હોઈ શકે છે.
એ રીતે અર્ધગતિ ના વિષયમાં મને વીર્યની પરિણતિમાં જે વિષમતા લેવામાં આવે છે, તે ઉર્ધ્વ ગતિના વિષયમાં જોવામાં નથી આવતી કહ્યું પણ છે કે
જે જીની અધોગતિમાં વિષમતા છે. તેઓની ઉર્ધ્વગતિ સહસાર દેવ લેક સુધી સમાન છે. તેથી આમ નથી કહેવાયું કે અધોગતિને અભાવ ઉર્વ ગતિના અભાવને જ્ઞાપક બને છે. તે ૧ .
આ રીતે સ્ત્રીઓ અને પુરૂષની નરક ગતિમાં વિષમતા હોવા છતાં પણ નિર્વાણ ગતિમાં કઈ વિષમતા નથી, પરંતુ સમાનતા જ છે. એ સિદ્ધ થયું.
જેઓમાં વાદલબ્ધિનું પણ સામર્થ્ય નથી. વિગેરે કથન પણ સાર વગરનું છે. વાદલબ્ધિ, વિકિયાલબ્ધિ, અને વિશિષ્ટ પૂર્વગત કૃતના અભાવમાં પણ માતુષ વિગેરેએ મેક્ષ પ્રાપ્ત કર્યો તેમ સાંભળવામાં આવે છે.
કહ્યું પણ છે કે “વાદલબ્ધિ તેમજ વિકિપાલબ્ધિ વિગેરેના અનુમાનમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૬૪