Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેથી ધર્મોપરકણુના રૂપ જ તેઓ વસ્ત્ર ધારણ કરે છે. શીતકાળ આદિમાં વસ સિવાય વ્યગ્રતા ઉત્પન્ન થઈ જાય છે. તેથી જ સ્વાધ્યાય, ધ્યાન વિગેરે થઈ શકતા નથી. એટલા માટે દીર્ઘકાલિક સંયમનું પરિપાલન કરવાને માટે, યતનાપૂર્વક મચ્છરહિત વસ્ત્રને ઉપયોગ કરવા છતાં પણ તેઓ પરિગ્રહવતી બનતી નથી.
કદાચ કહેવામાં આવે કે સ્ત્રીઓને સમ્યગ્દર્શન વિગેરે રત્નત્રયનો સંભવતે છે. પણ સંભવ હોવા માત્રથી તે મોક્ષની પ્રાપ્તિ નથી થઈ શકતી, મોક્ષની પ્રાપ્તિ પ્રાયઃ ઉત્કૃષ્ટ રત્નત્રયથી થાય છે, નહીં તે દીક્ષા લીધા પછી બધાજ દીક્ષિતને મેક્ષ પ્રાપ્ત થઈ જાય. આવું પ્રત્યક્ષમાં જોવામાં નથી આવતું.
તેથી ઈટાપત્તિ નથી કહેવાતી અને સમ્યગ્દર્શન આદિ રત્નત્રયને પ્રકર્ષ સ્ત્રીઓમાં સંભવિત છે કે નહીં. આમ કહેવું ઠીક નથી, કેમકે સ્ત્રીઓમાં સમ્યગ્દશન આદિ રત્નત્રયના ઉત્કર્ષને અભાવ કરવાવાળું કઈ પ્રમાણુ નથી. સમસ્ત દેશમાં અને સમસ્ત કાળમાં સ્ત્રિઓમાં રત્નત્રયને પ્રકર્ષ અસંભવિત છે તે વાતના પ્રમાણની અનુપલબ્ધિ છે. દેશ અને કાળથી વ્યવહિત પદાર્થોમાં પ્રત્યક્ષ પ્રમાણની પ્રવૃત્તિ નથી થતી અને પ્રત્યક્ષની પ્રવૃત્તિ ન હોવાથી પ્રત્યક્ષ મૂલક અનુમાનની પ્રવૃત્તિ પણ અસંભવિત છે.
સ્ત્રીઓમાં રત્નત્રયના પ્રકર્ષને અભાવ પ્રતિપાદન કરવાવાળા આગમ પણ ઉપલબ્ધ નથી થતા. પણ તેને સંભવ બતાવવાવાળા આગમજ ઠેકાણે ઠેકાણે ઉપલબ્ધ બને છે. જેમકે આ ચાલુ સૂત્ર છે.
તેથી કરીને સ્ત્રીઓમાં રત્નત્રયને પ્રકર્ષ અસંભવ છે. એ વાત છે જ નહી જમ અગ્નિ અને પાણીને તડકાને અને છાયાને પ્રકાશ અને અકારને રવાભાવિક વિરોધ હોય છે.
એ રીતે સ્ત્રીત્વને રત્નત્રયની ઉત્કર્ધતા સાથે સ્વાભાવિક વિરોધ નથી, કેમકે વિરોધને નિશ્ચય કરાવનારી કોઈ યુકિત નથી. જેમકે-જેના પછી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય તેજ રત્નત્રયને પ્રકર્ષ કહેવાય છે. તે પ્રકષ અગી અવસ્થાના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૬ ૨