Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે ક્ષેત્રમાં સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ આ જીવને થાય છે તેનું નામ ક્ષેત્રક્ષણ છે. અધોલેકગ્રામસંવલિત અર્થાત્ સલિલાવતીવિજયયુક્ત તિર્યશ્લોકમાં, ત્યાં પણ સમયક્ષેત્રમાં જ, ત્યાં પણ પંદર કર્મભૂમિમાં જ, ત્યાં પણ ભરતક્ષેત્રની અપેક્ષાથી સાઢાપચીસ (૨પા) દેશમાં આ જીવને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે ક્ષેત્રરૂપ અવસર પણ દુર્લભ છે. કારણ કે અન્ય ક્ષેત્રોમાં સમ્યકત્વસામાયિક અને કૃતસામાયિક, આ બન્નેની ઉપલબ્ધિ, તથા કેઈ કેઈ ને દેશવિરતિરૂપ ચારિત્રની ઉપલબ્ધિની સંભાવના છે, પરંતુ તે જગ્યાએ જીવને સર્વવિરતિને લાભ થતું નથી.
ઉર્ધ્વલોક, અધેલક અને તિર્યાશ્લોક, આ પ્રકારે ક્ષેત્ર ત્રણ પ્રકારના છે. તેમાં ઉદ્ગલોકમાં દેશવિરતિ અને સર્વવિરતિરૂપ સામાયિક ધારણ કરવાનો અવસર જ નથી. સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિક, આ બેની જીવને ત્યાં પ્રાપ્તિ થઈ શકે છે. અલેકમાં પણ અલેકઝામ (સલિલાવતીવિજય)ને છેડીને ઉર્ધ્વલોકની માફક જ સમજવું જોઈએ, અર્થાત્ અલેકમાં-એલેકઝામ-સલિલાવતી વિજયમાં ચારે સામાયિકને પ્રાપ્ત કરી લેવાનો અવસર છે, પરંતુ બીજી જગ્યાએ સમ્યક્ત્વ અને શ્રત એ બે સામાયિકોને પ્રાપ્ત કરવાનો અવસર છે, તિર્યશ્લોકમાં મનુષ્યક્ષેત્રથી બહાર સર્વવિરતિરૂપ સામાયિકના અતિરિક્ત બાકીના ત્રણ સામાયિકોની ઉપલબ્ધિને અવસર છવને પ્રાપ્ત થાય છે, પરંતુ ચારે પ્રકારની સામાયિકની પ્રાપ્તિ તે જીવને મનુષ્યક્ષેત્ર-અઢીદ્વીપમાં જ થાય છે.
જે કાળમાં સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ આ જીવને થાય છે તેનું નામ કાલક્ષણ છે. કાલ બે પ્રકારે છે–ઉત્સપિકાલ અને અવસર્પિણીકાલ, આમાં ઉત્સપિકાલ છ પ્રકારે, અને અવસર્પિણુંકાલ પણ છ પ્રકારે છે, ઉત્સર્પિણીના ૬ ભેદ–૧ દુષમદુષમા, ૨ દુષમા, ૩ દુષમસુષમા, ૪ સુષમદુષમા, ૫ સુષમા, ૬ સુષમસુષમા, એ છે. આ પ્રકારે અવસર્પિણીના પણ (૧) સુષમસુષમા, (૨) સુષમા (૩) સુષમદુષમા, (૪) દુષમસુષમા, ૫ દુષમા, ૬ દુષમદુષમા, આ છે ભેદ છે. જે કાળમાં જીવેને જ્ઞાનાદિ શુભ ભાવેની વૃદ્ધિ તથા આયુષ્ય અવગાહના આદિની અને વર્ણ બંધ રસ સ્પર્શના પર્યાયની વૃદ્ધિ થાય છે તે ઉત્સર્પિણી છે, અને જે કાળમાં જેને જ્ઞાનાદિ શુભ ભાવોને હાસ તથા આયુષ્ય અવગાહના આદિને અને વર્ણ બંધ રસ સ્પર્શની પર્યાને હાસ થાય છે તે અવસર્પિણ છે. તેમાં અવસર્પિણીના સુષમદુષમા–ત્રીજા કાળમાં દુષમસુષમા–ચોથા કાળમાં અને દુષમા-પંચમ કાળમાં, તથા ઉત્સર્પિણીના દુષમસુષમા-ત્રીજા કાળમાં અને સુષમદુષમા નામક ચેથા કાળમાં સર્વવિરતિરૂપ સામાયિકની પ્રાપ્તિ જીવને થાય છે. આ કથન નવીન ધર્મપ્રાપ્તિની અપેક્ષાથી કહ્યું છે. પૂર્વ પ્રતિપન્નની અપેક્ષાથી સંહરણાવસ્થામાં લેકત્રયમાં સમસ્ત કાળમાં સર્વવિરતિરૂપસામાયિકની ઉપલબ્ધિ જીવને થાય છે.
ભાવક્ષણ બે પ્રકારના છે. ૧ કર્મભાવક્ષણ અને ૨ ને કર્મભાવક્ષણ. ચારિત્ર
શ્રી આચારાંગ સૂત્ર : ૨
७७