Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 324
________________ ઇસ મનુષ્યલોકમેં આહત આગમકા શ્રવણ, મનન ઔર સમારાધન કરનેવાલા, હેયોપાદેયકે વિવેકમેં નિપુણ, રાગદ્વેષરહિત મનુષ્ય આત્માકો સ્વજન-ધન-શરીરાદિસે ભિન્ન સમઝકર શરીરમેં આસ્થા ન રખે ! આ મનુષ્યલેકમાં સર્વજ્ઞ ભગવાનની એક માત્ર આજ્ઞાનું આરાધન કરવાનાં સ્વભાવવાળા, હેયોપાદેયના વિવેક કરવામાં નિપુણ મતિવાળા અને રાગ દ્વેષથી વિરક્ત બુદ્ધિવાળા ભવ્ય જીવ પોતાના આત્માની પર્યાચના કરીને શરીરને નિમમત્વ ભાવથી રાખે. શરીરમાં જેટલે અધિક મમત્વ હશે તેટલો જ અધિક આ સંસારના ચકમાં ફસાશે. “હું” ભાવથી–આ મારું છે”—એવા ભાવથી શરીરની સેવા જ આત્મકલ્યાણથી વિમુખ થવાની નિશાની છે, માટે સૂત્રકાર આ ઠેકાણે આ વાતને ઉલ્લેખ કરીને ઉપદેશ આપે છે કે હે ભવ્ય ! તમે પહેલાં સમકિતને દઢ કરે. સમકિતની દઢતા હોવાથી તમને તમારા કલ્યાણને માર્ગ આપમેળે જાણવામાં આવશે. એવે વખતે તમારો આત્મસ્વભાવ શબ્દાદિ વિષયેની તરફ ન જતાં પ્રભુપ્રતિપાદિત આગમનું શ્રવણ મનન અને તેના આરાધનની તરફ જ વળશે, અને તેથી તમે સમજી શકશે કે અમારું ઉપાદેય શું છે અને હેય શું છે? આ પ્રકારને પરિપક્વ-પુષ્ટ વિવેક જ્યારે આત્મામાં સ્થિર થશે ત્યારે જ બહારના પદાર્થોમાં જે રાગ દ્વેષની ભાવના જાગૃત થાય છે તે રોકાઈ જશે, ત્યાં સુધી કે શરીર આત્માનું અત્યંત નિકટ સંબંધી છે તેના પ્રતિ પણ “માં” ભાવને આ મારું છે” એવા ભાવને સર્વથા નાશ થઈ જશે, અને તપ સંયમ જ ઉપાદેય વસ્તુ છે તેનું ભાન સારી રીતે થઈ જશે. આને અભિપ્રાય એ છે-મનુષ્યનું કર્તવ્ય છે કે તે સાંસારિક પદાર્થો પ્રતિ ઉપેક્ષાભાવ ધારણ કરે. આથી મિહની અલ્પતા થતાં થતાં સમકિતની ઉત્પત્તિ અને પુષ્ટિ થશે. સમકિતની પુષ્ટિ થતાં જ આહંત પ્રવચનનું આરાધન કરવાની તરફ ધ્યાન દેરાશે, અને તેથી હેપાદેયનો વિવેક જાગૃત થઈ આત્માને પરપદાર્થોની તરફ રાગદ્વેષ પરિણતિરહિત કરશે, ત્યારે ભાન થશે કે આ આત્મા સ્વજન સ્ત્રી પુત્ર મિત્રાદિકોથી અને શરીરથી સર્વથા જુદે છે, તેની સાથે આત્માને કઈ પ્રકારનો સંબંધ નથી. તેમના સુધરવા બગડવામાં તેને એટલે આત્માને જરા પણ સુધારી-બગાડે નથી. આ પ્રકારની ધારણું પાકી થવાથી સાપ જેમ કાંચળીને મમતા વગર છોડી દે છે તે રીતે જ તે જ્ઞાની શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૧૭

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344