Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
નિવૃત્તિ સમકિતનું કાર્ય છે, કારણ કે સમકિતના થવાથીજ આર્ભનિવૃત્તિ થાય છે; તેા પણ કારણમાં કાર્યના ઉપચારથી આર'ભનિવૃત્તિને જ સમિત કહેવામાં આવેલ છે, એમ સમજવું જોઇએ.
જીવ આ સાવદ્ય—બ્યાપારના પરિત્યાગથી ક`બંધ, વધ અને દુઃસહ શારી રિક માનસિક કષ્ટોથી સદા ખર્ચે છે, માટે આત્મહિતૈષીનુ કર્તવ્ય છે કે તે સદા આ સાવધ–વ્યાપારથી દૂર રહે.
વિશેષાએ નિશ્ચિત સિદ્ધાન્ત છે કે સાવદ્ય વ્યાપારોથી જીવાના પરિણામેામાં સદા દુત્તિ જાગૃત રહે છે, તે થકી જીવ તરહ–તરહના સાધનાને એકત્રિત કરવામાં જ પોતાના જીવનને વ્યતીત કરી દે છે. એમ કેમ બને છે ? જ્યારે અમે તેનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ છીએ ત્યારે અમેાને ચાકસપણે તેનુ સમાધાન મળી જાય છે કે તે આ વિષય ભાગાજ છે.
એની પકડમાં સેલાં જીવ જ્ઞાતા અને તત્ત્વજ્ઞ બનવાના ઢાંગ જ કરે છે, તેની પાસે પેાતાના હિતને માટે કાંઇ પણ હોતું નથી, પેાતાના વિષય કષાયની પુષ્ટિ માટે તે વિહિત અવિહિત બધા પ્રકારના ઉપાયા કરે છે. ઉપરથી જ તે સાધુવેષધારી છે પણ અંતરથી તે પોતાના સાચા હિતના સાધનાના નાશ જ કરે છે. સંસારમાં ધર્મનું પતન પણ આવા જીવાના નિમિત્તે થયું છે, થઈ રહેલું છે અને આગળ પણ થશે.
આ મેાટી ખળવાન વ્યાધિ છે. એની ચિકિત્સા સદ્ગુરૂ જ કરી શકે છે માટે તેમનું કથન છે-સર્વ પ્રથમ આત્મહિતૈષી જીવ તેની ચિકિત્સા કરાવવા માટે પેાતાનામાં ચેાગ્યતા લાવે. ચેાગ્યતા એક જ ભવમાં જીવને પ્રાપ્ત થતી નથી. જે વમાન ભવમાં ચેાગ્ય થયેલ છે તે અધા પૂર્વના આરાધક જીવ હતા, માટે આ વ્યાધિની ચિકિત્સા કરાવવાની ચાગ્યતા પ્રાપ્ત કરવા માટે જીવમાં કટિબદ્ધતા હોવી જોઇએ. આ કિટબદ્ધતા જ સમિત છે, ભલે તે રવભાવથી હોય અગર પારકાના ઉપદેશથી હોય.
આ નિશ્ચિત છે કે આવી યેાગ્યતાથી સ ંપન્ન આત્મા ભોગામાં લાલસા રાખનાર નથી થતા. તેની પ્રવૃત્તિ ત્યાં તપેલા લેાઢા ઉપર પગ રાખવા જેવી થાય છે, માટે તે ધીરે ધીરે પાતાની યુક્તિ-પ્રયુક્તિથી વિષય ભાગેચ્છાથી સદાને માટે દૂ થઈ જાય છે, અને સાવદ્ય વ્યાપારને અનેક પ્રકારના ઘેાર મધ, બંધન અને દારૂણ-પરિતાપનું કારણ સમજીને તેનાંથી સંથા વિરક્તજ રહે છે. ૫ સૂ૦૭
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૩૨