Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આઠર્વે સૂત્રકા અવતરણ આઠવાં સૂત્ર / હિરણ્યરજત માતાપિતા આદિકા સમ્બન્ધરૂપ અથવા પ્રાણાતિપાતરૂપ બાહ્ય
આસ્રવકો ઔર વિષયાભિલાષરૂપ આન્તર સ્ત્રોતો રોક કર ઇસ લોકમેં મનુષ્યોકે બીચ મોક્ષાભિલાષી હો સાવધવ્યાપારકા પરિત્યાગ કરે / અથવા ઇસ લોકમેં મનુષ્યોકે બીચ બાહ્ય સ્ત્રોતકો છિન્ન કર નિષ્કર્મદર્શી હો જાવે !
આ વિષયની પુષ્ટિ કરતાં સૂત્રકાર કહે છે –“પસ્થિછિવિ ” ઈત્યાદિ.
માતા-પિતા-આદિક સચિત્ત, સુવર્ણ રજતાદિક અચિત્ત પરિગ્રહરૂપ અથવા હિંસાદિક–પાપરૂપ બહિરંગ સ્ત્રોત (માગ) નો તેમજ રાગ દ્વેષ અથવા વિષયાભિલાષારૂપ અંતરંગ સ્રોતો નિરે કરી આ લેકની અંદર મનુષ્યોમાં વસવાવાળો નિષ્કર્મદશી–મોક્ષાભિલાષી જીવ સાવધ વ્યાપારને પરિત્યાગ કરે.
શાસ્ત્રકારોએ પરિગ્રહ બે પ્રકારનો બતાવેલ છે. (૧) બાહ્ય પરિગ્રહ અને (૨) અંતરંગ પરિગ્રહ. ધન-ધાન્યાદિક અને માતા-પિતાદિક બાહ્ય પરિગ્રહ છે, અને વિષયાભિલાષાદિક, તથા રાગ-દ્વેષાદિક અંતરંગ ગરિગ્રહ છે. પરિગ્રહ શબ્દને
અર્થ એ જ છે કે જેનાથી જીવ કર્મોને ગ્રહણ કરે, અર્થાત્ મમત્વ–ભાવથી ગ્રહણ કરવું તેને પરિગ્રહ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને લેગ, એ બધા અંતરંગ-પરિગ્રહ છે, એનાથી જ જીવ નવા નવા કર્મોને બંધ કરે છે.
જેમ નૌકામાં પાણી આવવાનું કારણ છિદ્ર છે તેમ આત્મામાં નવા નવા કર્મોને આવવાને માટે પરિગ્રહ છિદ્ર છે. મિથ્યાદર્શનજન્ય કર્મોને બંધ, પ્રથમ ગુણસ્થાન સુધી, અવિરતિજન્ય કર્મોને બંધ ચોથા ગુણસ્થાન સુધી, પ્રમાદજન્ય કર્મોને બંધ છઠ્ઠા ગુણસ્થાન સુધી, કષાયજન્ય કર્મોને બંધ દશમા ગુણસ્થાન સુધી અને યોગજન્ય કર્મોને બંધ સયોગકેવળીનામક તેરમા ગુણ
સ્થાન સુધી જીવેને થાય છે. સ્ત્રોત શબ્દનો અર્થ પ્રવાહ પણ છે, જેમ જળાશિમાં પ્રવાહ–દ્વારા પાણી આવે છે તેમ આ અંતરંગ અને બહિરંગ પરિગ્રહરૂપ પ્રવાહદ્વારા આત્મામાં નવા નવા કર્મોનો બંધ થયા કરે છે, માટે સંયમી જીવ બાહ્ય-પરિગ્રહથી સર્વથા વિરક્ત થઈ જાય છે. અંતરંગ પરિગ્રહથી પણ તે પિતાના પદના અનુસાર વિરકત જ છે. આ માટે જ સૂત્રકારનું કથન છે કે જે સંયમી મુનિનું લક્ષ્ય એક મેક્ષપ્રાપ્તિ કરવાનું જ છે તે મનુષ્ય લોકમાં રહેવા છતાં પણ સાવદ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૩૩