Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કર્યો છે. જો કે અસાતા–અશુભ કર્મ—ને તીવ્ર ઉદય હોવાથી તે તેવા પ્રકારની સામગ્રીથી રહિત છે તે પણ તે તેવા પ્રકારના કષાયથી રહિત નથી, માટે શારીરિક સંસ્કારથી રહિત થઈને પણ જે કષાયથી રહિત થાય છે તે જ કર્મક્ષપણ કરવામાં શક્તિસંપન્ન થાય છે. સાચા શારીરિક સંસ્કારથી દૂર તેજ થશે જે આ શરીરને અપવિત્ર અને મળ, લેહી, રસ્સીની થેલી માનીને નિસાર સમજશે. શારીરિક સંસ્કાર કરે તે પણ એક જાતને કષાય છે. આ પ્રકારના મનભાવની જાગૃતિ આત્મામાં મૃતચારિત્ર ધર્મનું જ્ઞાન થયા વગર થતી નથી માટે “ધર્મવિલ” આ વિશેષણ આ વાતની પુષ્ટિ કરે છે. ધર્મના યથાર્થ સ્વરૂપને જાણીને તેના ઉપર શ્રદ્ધા રાખવાવાળા મનુષ્ય જ ધાર્મિક નિયમને પિતાના આત્મામાં ઉતારવાની ચેષ્ટા અને ઉત્સાહ રાખે છે. ધાર્મિક જ્ઞાન પણ તેના જ આત્મામાં પિતાને પ્રભાવ પાડે છે, અને તે જ “કમાયાવી” સરળ હૃદયવાળો હોય છે. માયાવી–માયા–કપટથી ચાલવાવાળો–મનુષ્ય ભલે તે ધર્મનું સેવન કરતો હોય તે પણ જેવું ફળ તેને મળવું જોઈએ તેવા ફળથી તે સદા વંચિત જ રહે છે. આ વાતનું સ્પષ્ટીકરણ સૂત્રકારે “ઋજવઃ' આ પદથી કર્યું છે.
ખેતી, વ્યાપાર આદિ સાવદ્ય કાર્યોનું નામ આરંભ છે. આ આરંભથી જ સર્વ જીવને દુઃખ ઉત્પન્ન થાય છે, અને આ દુઃખને સર્વ જીવ પિતપોતાના સ્વાનુભવરૂપ પ્રત્યક્ષથી સાક્ષાત્ અનુભવ કરે છે. એવું સમજીને જે મનુષ્ય આવા સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થઈ જાય છે તે જ સર્વ કર્મોને ક્ષય કરે છે. આવા પ્રકારના આ કથનમાં ભવ્ય પ્રાણિઓએ શ્રદ્ધા રાખવી જોઈએ. આ પ્રકારની સૂચના કરતાં સૂત્રકાર કહે છે કે-આવા પ્રકારનું આ કથન સમકિતને પ્રાપ્ત થયેલાં કેવળી આદિ મહાપુરૂષોએ, અથવા સમદશી છે, રાગદ્વેષ રહિત હોવાથી સર્વ જીને પિતાના તુલ્ય માને છે, તેઓએ કર્યું છે, આ વિષયમાં નિર્ણાંક થઈને દઢ શ્રદ્ધા જ રાખવી જોઈએ છે સૂ૦ ૨
તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા
સમ્યક્ત્વદર્શ કેવળી આદિ આ પ્રકારે કેમ કહે છે? આ પ્રકારની શિષ્યની જીજ્ઞાસાને શાન્ત કરવા માટે સૂત્રકાર કહે છે–તે રવે” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૧૫