Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 336
________________ અસંયમી જ છે, ભલે તે પદાર્થોનું સેવન તે ન કરતે હોય, બ્રહ્મચર્ય જેવા મહા વ્રતમાં ભલે તે સ્થિત હોય, બીજા ભવ્ય પ્રાણું પણ તેના ઉપદેશને શ્રદ્ધાની દષ્ટિથી દેખતા અને માનતા હોય, તે પણ તેના સંસારના કારણભૂત કર્મોને બંધ કઈ વખત પણ નષ્ટ થતું નથી. એવી વ્યક્તિ એક પ્રકારના “ ત્તિ જ છે. તે ઉપરથી શુભ્ર–નિદોષ દેખાતા છતાં પણ અંતરથી અશુભ્ર-મલિન જ છે. દેખાડવાને જ માટે તેણે બાહ્યરૂપમાં માતા-પિતાદિક, અથવા અસંયમ ભાથી સંબંધ છેડી દીધેલ હોય છે, પણ અંતરથી નહિ, માટે આવી વ્યક્તિએને-કે જેઓને વાસ્તવિક રીતિથી હેપદેયને વિવેક હોતું નથી, અને જેઓ એટલા ગાઢ અંધકારમાં પડેલા હોય છે કે મારું સ્વયંનું–પિતાનું હિત શેમાં છે? એની પણ જેઓને સમજ હોતી નથી; તેઓને વિતરાગ પ્રભુની વાણીનો રસાસ્વાદ ક્યારે પણ આવી શકતો નથી. વીરરે ચત્ તન મારાન--અર્થાત–સાવદ્ય ક્રિયામાં પ્રવૃત્તિ રાખનાર પ્રાણી દ્વારા જે ગ્રહણ કરવામાં આવે છે તે આદાન-કર્મ છે, અને તે સંસારના બીજરૂપ છે. બીજથી જ વૃક્ષ તૈયાર થાય છે, બીજ વિના નહિ. આ સંસારરૂપ મહા વૃક્ષ પણ આ કર્મરૂપ બીજનું જ ફળ છે. આથી એ સારાંશ નિકળે છે કેજ્યારે કઈ પણ નિમિત્તથી બીજની અંકુરોત્પાદનશક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે તે જે પ્રકારે પોતાના કાર્યને નથી કરી શકતું તે પ્રમાણે રાગદ્વેષાદિક કષાના અભાવમાં ગૃહીત કામણવર્ગણાઓની પણ જીવને પરતંત્રાદિરૂપ કરવાની, અથવા જીવના જ્ઞાનાદિક ગુણને ઘાત આદિ કરવાની શક્તિને નાશ થાય છે. આ “બાવીન'નું સ્રોત (માર્ગ) શબ્દાદિક ઇન્દ્રિયના વિષયભોગ જ છે, આમાં જે વૃદ્ધ-આસક્ત છે તે આદાનસ્રોતાગૃદ્ધ છે, એટલે કર્મ આવવાના કારણમાં ગૃદ્ધ રહે છે. જે મેહના ઉદયથી પરપદાર્થોમાં આસકત છે તેમજ હેપાદેયના જ્ઞાનથી વિકળ છે તે જ આ ઠેકાણે બાળ છે. જે મહાધીન–આત્મજ્ઞાનથી રહિત છે, ભલે તે વ્યાકરણાદિક અને ન્યાય શાસ્ત્રના ગ્રંથને અભ્યાસી કેમ ન હોય તો પણ તે બાળ-મૂખ જ છે. મેટામાં માટે વિદ્વાન પણ સંય. મને ગ્રહણ કરી પાછળથી પ્રબળ મેહના ઉદયથી અસંચમભાવને પ્રાપ્ત કરવાવાળો મોટામાં મેટે વિદ્વાન પણ શાસ્ત્રોમાં “બાળ • આ નામથી કહેવામાં આવ્યું છે. એ જ વાતને ટીકાકાર આ સારાંશથી પ્રગટ કરે છે– શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૩૨૯

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344