Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ શરીર જે મને પ્રાપ્ત થયેલ છે, તેના નારા જરૂર છે. સંપત્તિ અનેક વિપત્તિઓની માતા છે. ઈષ્ટ મિત્રાને સમાગમ પણ ધ્રુવ નથી. જે ઉત્પત્તિશીલ પદાર્થો છે તે ળષા ક્ષણભંગુર છે. (૧)અહીંઆ કોઈનો કોઇની સાથે નિવાસ સ્થિર નથી. ખીજાની તે। વાત જ શી કરવી? અરે ! આ શરીરની સાથે આત્માના સમૃધ પણ સ્થિર નથી. (૨) આ અનંત સંસારમાં જે મારા હજારા માતા પિતા અને સેંકડા પુત્રો અને સ્રિ થઇ ગયા તે બીજા જ હતા; અને જે અત્યારે છે તે પણ ખીજા જ છે; અને જે આગળ થશે તે પણ બીજા જ થશે. ૫૩ વળી પણ કહ્યું છે—
અહીં જીવ એકલા જ શુભાશુભ કર્મોના કર્તા છે, અને એકલા જ શુભાશુભ ફળાના ભાક્તા છે. તે એકલા જ મરે છે અને એકલેા જ ભવાન્તરમાં જાય છે. (૪)
હમેશાં હું એકલે! છું, મારા કોઈ નથી, તેમ જ હું પણ કોઈનો નથી, જેનો હું છું એવા પોતાના બાપ દાદાઓને આજે હું જોતા નથી; કેમ કે—તે બધા કાળકળિત થઇ ગયા, અને એવા પણ કાઈ નહિ થશે જેને હું થા, અર્થાત્~ મારૂં શરીર છુટ્યા પછી હું પણ પોતાના પુત્રાદિકોને રહીશ નહિ (૫) જે આ સંસારથી પરાવાસી થયા છે તે હવે મળવાનાં નથી, જે હાલ સાથે રહે છે તે પણ હમેશાં સાથે રહેનાર નથી. જેવી રીતે નદીના કિનારા ઉપરના વૃક્ષોને તેનું પાણી ઉખાડીને ફેકી દે છે તેવી જ રીતે મારા આ સ્વજનાદિક મને કોઇ પ્રકારે આત્મ સ્વરૂપથી ઉખાડી દેવાની કેશિશમાં લાગેલાં છે. (૬)
માટે મનુષ્યેાને સમજવું જોઈએ કેઆ સયોગી પદાર્થોથી મમત્વ-રહિત થઈ ને આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધે. ॥ સૂ॰ ૪૫
પશ્ચમ સૂત્ર ।
ભગવાન પાતાની દિવ્યદેશનામાં ભવ્ય જીવોને સમજાવતાં કહે છે— ત્તેદિ અપ્પાળ' ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૧૯