Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________ જે પ્રાણ આ સમકિતના લાભથી વંચિત રહે છે તે અનંતકાળ સુધી અનંતી વાર માતા-પિતાની સાથે “આ મારા માતા-પિતા છે, હું એમને પુત્ર છું” આ પ્રકારના સંબંધ કરે છે, અને છેવટમાં મરીને એકેન્દ્રિયાદિક કુનિઓમાં ભ્રમણ કરે છે. અથવા શબ્દ આદિ વિષયોમાં આસક્તિ ધારણ કરી અનંતીવાર એકેન્દ્રિયાદિક પર્યાયમાં ઉત્પન્ન થાય છે, તથા ત્યાંના અનંત દુઃખોને સહન કરતે રહે છે. અર્થા–અસમ્યકત્વી જીવ સંસારના દુઃખથી ક્યારે પણ છુટતું નથી. કેસૂલા દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર / દિન-રાત મોક્ષપ્રાપ્તિ કે લિયે ઉધોગયુક્ત ઔર સર્વદા ઉતરોતર પ્રવર્ધમાન હેયોપાદેયવિવેકપરિણામસે યુક્ત હોતે હુએ તુમ પ્રમત્તોં કો-અસંયતોંકો આહત ધર્મસે બહિર્ભત સમઝો; ઔર પશ્ચવિધ પ્રમાદોંસે રહિત હો મોક્ષપ્રાસિકે લિયે અવિચ્છિન્ન પ્રયત્ન કરો, અથવા-અષ્ટવિધ કર્મશત્રુઓંકો જીતનેકે લિયે પરાક્રમ કરો ! ઉદેશસમાપ્તિ જે આ પ્રમાણે છે તો શું કરવું જોઈએ? તે કહે છે– મોર નો ઈત્યાદિ. હે જખ્ખ! તમે અહર્નિશ મોક્ષપ્રાપ્તિને માટે પ્રયત્નશીલ બનો, અને ધીર વીર બનીને હમેશાં ઉત્તરોત્તર હેયોપાદેયના વિવેકથી વિશિષ્ટ બનીને અસંયમી છના સંસર્ગથી સદા દૂર રહો, અને સ્વકર્તવ્યમાં અપ્રમત્ત થાવ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને તેના રક્ષણ માટે, અથવા કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવાને માટે કટિબદ્ધ રહો. હે જમ્મુ ! મેં જેમ ભગવાન પાસેથી સાંભળ્યું છે તેમ તમને કહું છું. આ સૂત્રમાં જબૂસ્વામીને સંબોધન કરીને શ્રીસુધર્માસ્વામી કહે છે કેહે જબૂ! જ્યારે દરેક પ્રાણીનું લક્ષ મોક્ષની પ્રાપ્તિ કરવાનું છે તે તેનું એ મુખ્ય કર્તવ્ય છે કે પહેલાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરવાને માટે હમેશાં તૈયાર રહે, કારણ કે એક તે તેના અભાવમાં મુક્તિની પ્રાપ્તિ થતી નથી, તેમજ બીજું સાંસારિક અનંત દુઃખોનો અંત પણ નથી આવતું. જો કે આ વાત નિશ્ચિત છે કે મિથ્યાષ્ટિ જીવ પિતાના સંસર્ગથી મિથ્યાત્વની સ્થાપના કરવામાં કસર રાખતે નથી, તે પણ ભવ્ય જીવનું કર્તવ્ય છે કે તે આવા સમયમાં પોતાની વિશુદ્ધ પરિણામધારાને ન રોકી રાખે; પણ પરિણામમાં વિશુદ્ધતા જે પ્રકારે વધે તે પ્રકારે, તેને વધારવામાં ઉત્તરોત્તર પ્રયત્ન કરતા રહે. એનાથી હેયોપાદેયનો વિવેક જાગશે શ્રી આચારાંગ સૂત્ર : 2 295