Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ સૂત્રમાં “પુનઃ” આ શબ્દ પૂર્વોક્ત શ્રમણાદિકોની માન્યતાથી કેવળીયોની માન્યતામાં ભિન્ન-પ્રકારના પ્રકાશિત કરે છે. અર્થા-કેવળીઓનું કથન આ પ્રકારનું નથી પણ આમ છે જેનાથી કંઈ પણ પ્રકારે ધર્મથી વિધિ આવી શક્તિ નથી. એમનું કહેવું છે કે-અમે તે આ પ્રકારનું કથન કરીએ છીએ, ભાષણ કરીએ છીએ, પ્રજ્ઞાપના કરીએ છીએ અને પ્રરૂપણા કરીએ છીએ કે સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્ત્વ મારવા યોગ્ય નથી, મારવાની આજ્ઞા દેવા એગ્ય નથી, મારવાને માટે ગ્રહણ કરવા યોગ્ય નથી, પરિતાપિત કરવા યોગ્ય નથી, તેમજ વિષ અને શસ્ત્રાદિકોથી વધ કરવાને યોગ્ય નથી. (આ સમસ્ત પદાર્થોનું વિવેચન પહેલાં કરવામાં આવ્યું છે) આ અમારું કથન હિંસાદિક પાપમાં જીવેની પ્રવૃત્તિ કરવાવાળું નહિ હોવાથી પ્રમાણરૂપ નિર્દોષ છે. એ તમે સારી રીતે સમજી લ્યો. દેશથી, ભાષાથી અને ચારિત્રથી જે આર્ય છે તેનું આ જ કથન છે, આ માટે જ આ નિર્દોષ છે. આર્ય દેશમાં જે ઉત્પન્ન થયાં છે તે દેશથી આર્ય, આર્યોની ભાષા બોલે છે માટે ભાષાથી આર્ય અને ચારિત્રનું જે આરાધના કરે છે તે ચારિત્રથી આર્ય કહેવાય છે. એ સૂત્ર ૧૦ છે
| ગ્યારહર્યું સૂત્રકા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્રા / દુઃખ જૈસે અપને લિયે અપ્રિય હૈ ઉસી પ્રકાર વહ સભી પ્રાણી, ભૂત–આદિકે લિયે ભી અપ્રિય હૈ. અતઃ કિસીકો દુઃખ નહીં દેના ચાહિયે ઉદેશસમાપ્તિ
દંડીશાજ્યાદિક પાખંડિયેના ધર્મવિરૂદ્ધ કથનને શાંત કરવા માટે કેવબીયોનું જે કથન છે તે કહે છે–“પુર્વ નિવાર” ઈત્યાદિ.
હે વાદવિવાદ કરવાવાળા! અમે સૌથી પ્રથમ આગમોક્ત અર્થ તત્ત્વની વ્યવસ્થા કરીને તમારે લેકે માંથી દરેકને પૂછીએ છીએ કે તમે દુઃખ કોને માને છે? જે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૧૦