Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
દ્વિતીય ઉદ્દેશકે સાથ તૃતીય ઉદેશકા સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્ર ।
ચાથા અધ્યયનના ત્રીજો ઉદ્દેશ.
પાછળનાં બીજા ઉદ્દેશમાં ઢંડી-શાકયાદિક પાંખડીઓની માન્યતાનુ નિરાકરણ કરીને સમ્યકૃત્વને સુસ્થિર કર્યું", પણ આટલાથી જ કક્ષય થઈ શકે નહિ. કર્મક્ષય તે નિરતિચાર તપશ્ચરણથી જ થાય છે, માટે તે તપમાં જીવાની પ્રવૃત્તિ કરવાને માટે આ ત્રીજા ઉદ્દેશના કથનના પ્રારંભ કરવામાં આવે છે. આમાં સપ્રથમ ધર્મથી અહિદ્ભૂત જે વ્યક્તિ છે તે અનાય છે અને તેની સાથે રાગ દ્વેષ ન કરતાં ઉપેક્ષા ભાવ જ રાખવા જોઇએ, આ વાતનું પરિજ્ઞાન કરવાને માટે કહે છે. -~‘ Àહિ ં’- ઈત્યાદિ.
ધર્મસે વહિદ્ભૂત લોગોંકી ઉપેક્ષા કરો, એસે લોગોંકી ઉપેક્ષા કરનેવાલા મનુષ્ય હી વિદ્વાન હૈ ।
ધર્માંથી અહિદ્ભૂત વ્યક્તિયોની સદા ઉપેક્ષા જ રાખવી જોઇએ, અર્થાત્-દંડી શાકયાદિક જે ધર્મોથી અહિભૂત છે, ધર્મનું યથાર્થ સ્વરૂપ નથી જાણતા તેમજ હિંસાદિક પાપ કાર્યમાં જીવોની પ્રવૃત્તિ કરાવવામાં મિથ્યા ઉપદેશ આપે છે તેનું અનુસરણ નહિ કરવુ જોઈ એ. જેમ ઘાસના તણખલા ઉપર સમજદાર જીવના હૃદયમાં રાગ તેમજ દ્વેષ હોતા નથી પણ હંમેશાં મધ્યસ્થ ભાવ રહે છે, તે પ્રકારે જે આત ધથી વિપરીત ચાલવાવાળાં છે, અને તેનાથી જેની વૃત્તિ વિરૂદ્ધ અનેલી છે તેના પ્રત્યે પણ ભગવાનને એ જ આદેશ છે કે હે દેવાનુપ્રિય ! તમે રાગ દ્વેષ ન કરતાં તે પ્રત્યે ઉપેક્ષા ભાવજ રાખા, કારણ કે આ ઉપેક્ષાભાવથી આત્મામાં શાંતિની માત્રા અધિક રૂપમાં જાગ્રત થાય છે. નવીન કર્મોના બંધ, જે તે પ્રત્યે રાગ દ્વેષ કરવાથી ઉત્પન્ન થાય છે તે રાકાઈ જાય છે, તેથી ધમ વિમુખ મનુષ્યોને અના` સમજીને જે તેનું અનુસરણ નથી કરતા તે મનુષ્ય આ લેાકમાં જેટલાં વિદ્વાના છે તે બધાં કરતાં પણ અધિક વિદ્વાન છે, પણ આ ઠેકાણે તે વ્યક્તિ જેને બધા વિદ્વાનેા કરતા વધારે જાણવાવાળા બતાવેલ છે તે તત્ત્વાના સમ્યક્ પ્રકારથી જાણવાવાળા હેાવાથી જ સમજવું જોઇએ; કારણ કે તે સમસ્તિી જીવ પોતાના પ્રયોજન-ભૂત તત્ત્વાથી જ મતલબ રાખે છે. એનાથી વિમુખ તત્ત્વમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૧૨