Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
રાગદ્વેષથી વ્યાકુળ તેમજ વિષયક સુખમાં રાચેલાં જીવેને માટે પાંચ ઈન્દ્રિયોના બધા વિષયો સંસારના કારણે થાય છે, જેમ લીંબડાને રસ પીવાથી જેની જીભને સ્વાદ કડવે બનેલ છે તેવી વ્યક્તિને માટે મીઠો પદાર્થ પણ કડ લાગે છે. સમ્યગ્દષ્ટિ જીવ કે જેનું ચિત્ત વિષયાદિકની તૃષ્ણથી રહિત છે તે માળા, ચંદન આદિ સમસ્ત વિષયને અપવિત્ર અને દુઃખનું કારણ માને છે, તેથી તે વિષયોથી તેનું ચિત્ત હમેશાં વિરક્ત રહ્યા કરે છે. આ માટે તેના પ્રતિ સંવેગભાવની જાગૃતિ થવાથી તે જ વસ્તુઓ તેને માટે નિર્જરાનું કામ કરે છે.
નિર્જરા જ મોક્ષનું કારણ છે. આ વાતને દઢ કરવાને માટે ઉપર કહેલા અર્થને જ ફેરવીને કહે છે-(૨) “જે પરિવારે મારવા ” ઈત્યાદિ. જે તપ, સંયમ આદિ ભાવે જ્ઞાની માટે “પરિસંવાદ” નિર્જરાના કારણે થાય છે, તે અજ્ઞાની માટેજેની પિતાના કર્મના ઉદયથી શુભ પરિણામધારા બબ્ધ છે, સાવદ્ય-કિયાઓ કરવામાં જ જેની પ્રવૃત્તિ ચાલુ છે, અને જે ત્રાદ્ધિ, રસ, સાત ગૌરવની પ્રાપ્તિ કરવામાં જ તપસંયમાદિનું આરાધન કરે છે તેને માટે આસવના–નવા નવા કર્મોના આવવાના–દ્વાર થાય છે. સમકિત વગર કરવામાં આવેલી બધી ક્રિયાઓ કર્મ બંધના કારણે થાય છે. અજ્ઞાનિઓના તપ સંયમાદિ સમતિના અભાવમાં મિ ધ્યારૂપ—અસંયમરૂપ થાય છે, તેથી તે નિજાના હેતુ ન થઈને આસવના જ કારણ બને છે. સમક્તિીના કર્મનિર્જરાને માટે જેટલા પણ સંયમ–સ્થાને છે તેટલા જ અજ્ઞાનિઓના કર્મ બંધના માટે અસંયમ–સ્થાને પણ છે. આ વિષયમાં નાગેશ્વરી બ્રાહ્મણીનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેને માટે પરિસ્સવ, આસવરૂપથી પરિણત થયેલ છે.
(૩) “ મનાવાતે મરિવાર” જેનાથી કર્મબંધ નથી થતા એવા જે વ્રત–વિશેષ છે તે પણ કર્મોદયના વશથી જેના અધ્યવસાય અશુભ જ રહેલા છે, એવા અજ્ઞાની જીવને માટે કર્મબંધના જ કારણ બને છે.
(૪) પરિસંવાર તે મનાવાઃ જે કર્મબંધ કરાવવામાં કારણ બને છે, પ્રવચનના ઉપકાર કરવાના અભિપ્રાયથી કરવામાં આવેલ તે જ કર્મબંધના કારણ થતા નથી, જેમ બાળ-ગ્લાનાદિ માટે નિત્યપિંડાદિનું ગ્રહણ કરવું. આ સૂત્રમાં આદિઅંતના બે ભંગ બતાવેલ છે, મધ્યના નહિ. આના ગ્રહણ કરવાથી આ સૂત્રમાં ચતુર્ભગી આ પ્રકારે બને છે
(૧) જે સંવાદ – તે રિન્નાદ, (૨) જે શાસ્ત્રવાર – તે પરિવાર, (૩) જે સત્તાવાર – તે રિસંવાદ, (૪) જે બનાવ –તે રિસંવાદ
(૧) અહીં પ્રથમ ભંગમાં સમસ્ત સંસારી જીને સમાવેશ થઈ જાય છે. કારણ કે તે જ જીવ પ્રતિક્ષણ મિથ્યાત્વાદિક જે કર્મબંધના કારણો છે તેને એથી કર્મને બંધ કરે છે, અને પૂર્વોપાર્જીત સંચિત કર્મોની નિર્જરા કરે છે.
(૨) બીજો ભંગ શૂન્ય છેકારણ કે એ કોઈ પણ જીવ નથી જે આસવકર્તા
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૯૮