Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આઘાતરૂપ થાય છે. બીજાના અને પોતાના વિષયમાં દુઃખ શોકાદિ કરવા– કરાવવાથી અસાતવેદનીય કર્મના બંધ થાય છે. જેનાથી જીવને કેાઈ વખત પણ સાતા મળતી નથી. સંસારના સમસ્ત પ્રાણી અને વ્રતી–અણુવ્રતી કે મહાવ્રતી જીવાની સેવા કરવી, પાતાના અને પારકાના ઉપકાર માટે યાગ્ય વસ્તુનું દાન દેવું, સરાગસયમનું પાલન કરવુ, ક્રોધાદિ કષાયેાની શાંતિ થવી, અને લેાભના ત્યાગ કરવો આદિ કાર્યોથી જીવને સાતાવેદનીય કર્માંના બંધ થાય છે, તેનાથી જીવાને સદા સુખકારી વસ્તુઓના સમાગમરૂપ સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે, કેવળીના અવવાદ, શ્રુતના અવર્ણવાદ, અને સંઘ આદિને અવર્ણવાદ કરવા, એનાથી દર્શનમેાહનીય કના બંધ થાય છે. જેનાથી સકિત ગુણની પ્રાપ્તિ જીવને થતી નથી. કષાયના ઉદ્ભયથી પરિણામેામાં તીવ્રતા રહેવી, તેનાથી ચારિત્રમાહનીયના બંધ થાય છે. જેનુ ફળ જીવ કેાઇ વખત પણ ચારિત્રધર્મને અગીકાર કરી શકતા નથી.
ચાગામાં કુટિલતા હાવી, અને શાસ્ત્રપ્રતિપાદિત માથી અન્યથા પ્રવૃત્તિ કરવી તેનાથી અશુભ નામકર્મના બંધ થાય છે, તેનાથી જીવ એક ઇન્દ્રિય આદિ અનેક કાનિયામાં જન્મ ધારણ કરે છે. કોઈ વખત ચક્ષુવિકલ થાય છે, વખતે મુંગા થાય છે, વળી કુબ્જ અને બહેરા પણ થાય છે. સૂત્રમાં જે અધત્વ, અધિરત્વ, સૂકત્વ, કાણુત્વ આદિ અનેક શારીરિક દોષ પ્રગટ કરેલાં છે તે બધા આ અશુભનામકર્માંના ઉપાર્જનથી જીવને પ્રાપ્ત થાય છે. જેમ ચિત્રકાર કેઇ ચિત્રમાં હાથ આડા બતાવે છે, એક આંખ ખતાવે છે, કોઈ છેટુ કાઇ માટું પાતાની ઈચ્છાનુસાર જેને જેમ મનાવવા માગે તેમ મનાવે છે. તે પ્રકારે આ નામક પણ આ જીવને કોઇ વખત આંધળા, બહેરી આદિ મનાવે છે. યાગાની વક્રતા ન થવી અને વિસંવાદ – અન્યથા પ્રવૃત્તિ—ના અભાવ થવા એથી શુભનામકર્મનું ઉપાર્જન થાય છે. જેનું ફળ પ્રત્યેક અંગની પૂર્ણતા અને સૌષ્ઠવ – સુંદરતા આદિની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ ચેાનિયામાં જન્મ અને મુક્તિપ્રાપ્તિલાયક વરૂષભનારાચ સહનનાદિ શુભ સંહનનેાની અને સમચતુરાદિ શુભ સંસ્થાનાની પ્રાપ્તિ જીવને આના ઉદયથી થાય છે. તીર્થંકર જેવી પ્રકૃતિ તે શુભનામકર્મીનો ભેદ છે.
હજુ પ્રતિસમય આયુક`ને છેડી સાત શેષ કના બંધ થયા કરે છે, તથાપિ પૂર્વોક્ત આ ભાવાદ્વારા જે જ્ઞાનાવરણાદિ વિશેષ વિશેષ કર્મોના બંધ થવા પ્રકટ કરેલ છે તે સ્થિતિમધ અને અનુભાગમધની અપેક્ષા સમજવી જોઇએ,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૦ ૬