Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તેને ઉચ્ચાલયિક-કર્મ અને તેના આશ્રવદ્વાને નાશ કરવાવાળા સમજે. કારણ કે તે કર્મોને દૂર કરવા માટે કૃતનિશ્ચય તેમજ ઉત્સાહ સંપન્ન બને છે. કર્મોને નાશ કરવામાં તે કઈ પણ પ્રકારે પાછળ પગલું ભરતાં નથી, અર્થાત્ કટિબદ્ધ થાય છે.
ભાવાર્થ–શિષ્ય જે આ પ્રશ્ન કરેલ હતો કે આત્માનેજ જે સંયમયાત્રામાં સહાયક માને છે તેની ઓળખાણ શું છે? તેનું સમાધાન સૂત્રકારે આ સૂત્રથી કરેલ છે, તે કહે છે કે જે સંયમી આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તે કર્મોને દૂર કરવામાં સદા કટિબદ્ધ રહે છે. તેવા રૂપથી તે દષ્ટિપથ થાય છે. તેની દરેક ક્રિયાઓ એવી હોય છે કે જેનાથી કર્મોને આસ્રવ રોકાય છે, અને સંચિત કર્મોની નિર્જરા થતી રહે છે, એવા સંયમી મુનિ જ મોક્ષ માર્ગ પર આરૂઢ માનવામાં આવે છે. જે સૂ૦ ૧૧ છે
| બારહવેં સૂત્રકા અવતરણ ઔર બારહવાં સૂત્રો / અપની આત્માકો બાહ્ય પદાર્થો સે નિવૃત કર, ઉસે જ્ઞાનદર્શનચારિત્ર સે યુક્ત
કર પુરૂષ દુઃખસે મુક્ત હો જાતા હૈ ..
પિતાના આત્માને જ જેણે મિત્રરૂપથી અંગીકાર કરેલ છે તે સંયમી કેવા ફળને પ્રાપ્ત કરે છે તેને માટે કહે છે–પુરા” ઈત્યાદિ.
હે પુરૂષ! અર્થાત્ પરમ પુરૂષાર્થ–મોક્ષના સાધનમાં સમર્થ હે ભવ્ય ! પિતાના આત્માને વૈષયિક માર્ગથી હટાવી આત્મનિષ્ઠ કરે, તેનાથી તમારા દુઃખને અંત આવશે.
ભાવાર્થ –જે સંયમી પિતાના આત્માને જ સંયમ માર્ગના સાધનમાં સહાયક માને છે. તેને મુક્તિના લાભારૂપ ફળ પ્રાપ્ત થાય છે. સંસારદશામાં ફક્સેલી વ્યક્તિથી, અથવા સંયમની આરાધનામાં સાંસારિક પરપદાર્થની સહાયતાની જ અપેક્ષા રાખવાવાળા સંયમથી સ્વરૂપનું અવેલેકન, અથવા કૃતચારિત્રરૂપ ધર્મનું આરાધન બની શકતું નથી. જ્યાં સુધી આ પ્રકારની પ્રવૃત્તિ સંયમીમાં ઉત્પન્ન નથી થતી ત્યાં સુધી તે પિતાના કર્તવ્ય માર્ગથી અલગ જ રહે છે. તેની આત્મા અનાદિ કાળથી સંસક્ત (લાગેલા) મિથ્યાત્વ અવિરતિ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૩૩