Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સભી તીર્થકરોંઢારા પ્રતિપાદન સમ્યકત્ત્વના નિરૂપણ
અતીતકાળમાં જેટલા પણ અનંત તીર્થકર થયાં છે, તથા પાંચ ભરત પાંચ ઔરવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં જેટલાં વિદ્યમાન છે, અને ભવિષ્યકાળમાં જેટલાં પણ તીર્થકર થશે તે બધા બીજાના પ્રશ્નાવસરમાં આ પ્રકારથી કહ્યું છે, કહે છે અને કહેશે. આ ઠેકાણે “શાન્તિ ” તે વર્તમાનકાલિક ક્રિયા છે, એથી ભૂત અને ભવિષ્યકાલિક ક્રિયા પણ સમજી લેવી જોઈએ. આગળ પણ જે ઠેકાણે વર્તમાનકાલિક ક્રિયાપદને પ્રયોગ છે, ત્યાં પણ ભૂત અને ભવિષ્યકાલિક ક્રિયાપદને ઉપલક્ષણથી અધ્યાહાર કરી લેવો જોઈએ.
ર્વ માપજો ” આ સમસ્ત તીર્થકર મહાપ્રભુએ દેવ મનુષ્યની સભામાં પિતાની અર્ધમાગધી ભાષાદ્વારા–જે ભાષા સમરત જીની ભાષામાં પરિણુત થઈ જાય છે–આ પ્રકારે સ્પષ્ટ કહ્યું છે.
“ર્વ પ્રજ્ઞાપચન્તિ” હેતુષ્ટાતાદિકથી સારી રીતે સમજાવ્યું છે અને હું પ્રકાન્તિ ” ભેદભેદપૂર્વક સ્પષ્ટ રીતિથી નિર્ણય કર્યો છે.
સમસ્ત તીર્થકરેએ શું કહ્યું? આ પ્રકારની જાણવાની ઈચ્છા થવાથી ભગવાન કહે છે– વે પના” ઈત્યાદિ.
સમસ્ત પ્રાણી, સમસ્મ ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સને અર્થાત્ કોઈને પણ “Rહંતળ્યા” લાકડી આદિથી ન મારે. “અન્નાવેજ્ઞા’ ન મારવાને માટે આજ્ઞા આપે, “ર પરિષેતવ” “આ નકારાદિ મારી આજ્ઞામાં છે ” એવું સમજીને તેઓને દાસ ન બનાવે. “રિચાયબ્બા” અન્ન પાણી આદિ બંધ કરીને તથા તડકા આદિમાં રાખીને ન પીડા પહોંચાડે. “વિટામેચવા” બંધનાદિથી ખેદ ન
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૮૭