Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પહોંચાડે. “ર ચવ્વી” વિષ શસ્ત્રાદિકથી તેને પ્રાણેને વિયોગ ન કરે. પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ, આ બધા શબ્દ જે કે જીવના જ પર્યાય શબ્દો છે તે પણ ભિન્ન ભિન્ન રૂપથી જેઓને આ ઠેકાણે નિર્દેશ કર્યો છે તે પર્યાયભેદ માનીને જ કર્યો છે, અને પર્યાયભેદથી અર્થભેદ થાય છે, માટે આ ઠેકાણે પુનરૂક્તિ દેષની સંભાવના નથી. જે ઈન્દ્રિયાદિક દશ પ્રાણોને યથાસંભવ ધારણ કરે છે તે પ્રાણી કહેવાય છે. તે ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારે હોય છે. બેઈન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયપર્યત જીવ ત્રસ, અને એકેન્દ્રિય-પૃથ્વીકાયાદિક જીવ સ્થાવર છે. આ બધા–છે; થશે. તેમજ થએલ છે, તેથી ભૂત કહેવાય છે. તે ચૌદ પ્રકારના છે. એ બધા જીવે છે આગળ પણ જીવશે અને ભૂતકાળમાં જીવ્યા તેથી તેની “જીવ” સંજ્ઞા સાર્થક છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભેદથી એ ચાર ગતિવાળા છે. તથા એ સમસ્ત પિતાપિતાનાં કર્મોદયજન્ય સુખ દુઓની સત્તાવાળા હોય છે તેથી સત્વ છે.
તીર્થકરપ્રભુ તવોની વિવેચના, ભેદ અને પર્યાયે દ્વારા કરે છે. આ ખ્યાલથી પણ પર્યાય-શબ્દને નિર્દેશ કરવામાં આવ્યું છે. અથવા “સર્વ જીની ઉપર અત્યંત દયા રાખવી જોઈએ” આ વાતને વારંવાર સમજાવવાના અભિપ્રાયથી આ પર્યાય-શબ્દનું કથન છે ! સૂત્ર ૧ !
| દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રા / યહ સર્વપ્રાણાતિપાતવિરમણાદિરૂપ ધર્મ-શુદ્ધ, નિત્ય ઔર શાસ્વત હૈઇસ ધર્મકો ભગવાનને ષજીવનિકાયરૂપ લોકકો દુઃખ-દાવાનલકે અન્દર જલતે હુએ દેખકર પ્રરૂપિત કિયા હૈ ! ભગવાને ઇસ ધર્મકા પ્રરૂપણ ઉસ્થિત
| અનુત્થિત આદિ સબોકે લિયે કિયા હૈ !
સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે જીનેન્દ્ર પ્રતિપાદિત ધર્મને મહિમા કહે છેપણ ધm” ઈત્યાદિ.
સમસ્ત જીના ઘાત કરવાના નિષેધરૂપ આ જ ધર્મ કે જેને સમસ્ત તીર્થકરોએ પ્રતિપાદિત કર્યો છે, પાપાનુબંધથી રહિત હોવાથી નિર્મળ છે. એનાથી અતિરિક્ત બૌદ્ધાદિકોને અભિમત જે સિદ્ધાંત છે તે હિંસાદિદોષવિશિષ્ટ હોવાથી નિર્મળ નથી, આ વાત “નિર્મદ” આ પદથી પ્રગટ થાય છે. પંચમહાવિદેહોમાં સદા વર્તમાન હોવાથી આ અવિનાશી-ધવ સ્થિતિવાળે છે. શાશ્વતગતિ–મોક્ષનું કારણ હોવાથી, અથવા નિત્ય હોવાથી તે શાશ્વત છે. તેથી આ જ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૮૮