Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શંકા-ક્ષાયોપશમિક-સમ્યક્ત્વમાં અને ઔપશમિક-સમ્યક્ત્વમાં શો ભેદ છે ? શકાકારને અભિપ્રાય આ ઠેકાણે એ છે કે જેવી રીતે ક્ષાયેાપમિક-સમ્યક્ત્વમાં મિથ્યાત્વના ઉદ્દય નથી તેવી જ રીતે ઉપશમ-સમ્યક્ત્વમાં પણ નથી તા પછી એ બન્નેમાં ભેદ શા છે?
ઉત્તર—એ બન્નેમાં ભેદ છે અને તે આ પ્રકારે છે—ક્ષાયેાપશમિક–સમ્યકૂલમાં મિથ્યાત્વના નલિયાનુ વેદન છે, જો કે વિપાકરૂપથી નથી પરન્તુ પ્રદેશેાદયથી એનુ વેદન ત્યાં છે જ. ઔપમિક–સમ્યક્ત્વમાં તે બન્ને રૂપથી તેનુ વેદન છે જ નહિ. (૩) (૪) હવે સાસ્વાદન–સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે:—
‘સદ્. બાસ્થાનેન વત્તુતે શ્રૃતિ સામ્રાજ્ઞમ્ '-અર્થાત્ જે સમ્યક્ત્વરૂપ રસના આસ્વાદનથી સહિત છે એનુ નામ સાસ્વાદન-સમ્યકૃત્વ છે, જેમકે કોઈ વ્યક્તિ દૂધપાક જમ્યા પછી ચિત્તમાં તદ્વિષયક વિકાર થવાથી વમન કરે છે એ સમયમાં પણ તે એના રસાસ્વાદના અનુભવ કરે છે. આ પ્રકારે મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વપ્રાપ્તિના સન્મુખ થયેલ જીવ પણ અનંતાનુબંધી કષાયના ઉદ્દયથી જ્યારે ઔપશમિક–સમ્યકૃત્વના ઉપર અરૂચિચિત્તવાળા થઈને એના વમન—ત્યાગ કરે છે, અર્થાત્ જ્યારે તે સમ્યક્ત્વ છુટી જાય છે ત્યારે એનું આસ્વાદન પણ એને ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ-આલિકાળ સુધી રહે છે. આ કારણે આ સમ્યક્ત્વને સાસ્વાદન–સમ્યક્ત્વ કહેવામાં આવેલ છે.
આ સમ્યક્ત્વમાં અનતાનુબંધી કષાયના ઉદયના સદ્ભાવ હોવાથી ( ક્રોધાત્રિકામાંથી કોઈ એકના ઉડ્ડયના સદ્ભાવ હોવાથી) આત્માના પરિણામેામાં યથાવત્ નિર્માંળતા—વિશુદ્ધિના અભાવ થઇ જાય છે, તેથી અહીંયા તત્ત્વાના પ્રતિ ચદ્યપિ વ્યક્ત–પ્રગટ—રૂપમાં અપ્રીતિ-અરૂચી નથી; તો પણ અવ્યક્તરૂપથી તે અહીંયા છે જ. તેથી તો મિથ્યાત્વ અને સાસ્વાદમાં એ જ અપ્રીતિની વ્યક્તાવ્યક્તતાથી ભેદ માનવામાં આવે છે.
'
અથવા સમ્યક્ત્વ સાસાદનના નામથી પણ કહેવામાં આવે છે. અર્થાત્ એનું બીજું નામ સાસાદન-સમ્યક્ત્વ પણ છે. ‘ બાયં સાËતિ-અપનયતીયાલાનામ્, આલાનેન સદ્ વૃર્ત્તતે કૃતિ સાસાનમ્ ’ અર્થાત્ ‘ગાય’ નામ ઔપશમિક સમ્યક્ત્વના લાભનું છે. એ લાભને જે હઠાવે છે એને આસાદન કહે છે. એના સહિત હોવાથી તે સાસાદન કહેવાય છે.
આ સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ લાભને હઠાવવાવાળા અનંતાનુબંધી કષાયના ઉડ્ડયનું વેદન જ છે, કારણ કે આના હોવાથી અનન્ત સુખ દેવાવાળા અને નિશ્રેયસ–મોક્ષ–રૂપ વૃક્ષના બીજસ્વરૂપ જે ઔપમિક-સમ્યક્ત્વ છે એના લાભસદ્ભાવ એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ આવલી કાળ સુધી રહીને પછી દૂર થઇ જાય છે. એના ફિલતાથ એ છે કે ઓપશ મિક સમ્યક્ત્વમાં જે અનંતાનુબંધી કષાયના ઉપશમ છે તે પોતાના કાલ— અન્તર્મુહૂત સુધી રહે છે. ત્યારખાદ જ્યારે એ કષાયના ઉદય થઈ જાય છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૬ ૦