Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તેથી આ અવિરતસમ્યગ્દષ્ટિ કહેવાય છે. અલ્પતમ ચારિત્રના સદ્દભાવથી એ ચારિત્રરૂપથી વિવક્ષિત નથી થઈ શકતું. જેમ સંમૂશ્કેન જન્મથી ઉત્પન્ન થયેલ જીવ અત્યન્ત સામાન્ય સંજ્ઞાને સદ્ભાવ હોવા છતાં પણ વિશિષ્ટ સંજ્ઞાને અભાવ હોવાથી અસંશી કહેવાય છે. હાં, મહાવ્રતાદિકરૂપ વિશિષ્ટ ચારિત્ર યદિ કઈ હોત તે તે વ્રતી કહેવાત? કારણ કે સમસ્ત મહાવ્રતરૂપી ચારિત્રના સદૂભાવમાં જ વ્રતિત્વ સ્વીકાર કરવામાં આવે છે, એ જ વસ્તુને ટીકાકાર કહે છે --
“વિતત્વ દિ મમ્રતાપિનરવત્રિસમાવ gવ સ્વીક્ષિતે ઈતિ.
ઠીક પણ છે, જેમ ફક્ત એક રૂપિયાના રહેવાથી કેઈ ધનવાન નથી કહેવાતે, જેમ એક ગાય રહેવાથી કોઈ ગોપાલ નથી કહેવાતે, અને જેમ સુંઠની એક ગાંઠ રાખવાથી કઈ ગાંધી નથી થતું, તે પ્રકારે આ અલ્પતમ આંશિક ચારિત્રના અસ્તિત્વથી પણ સમ્યગ્દષ્ટિ (અવિરતદશાસંપન્ન સમ્યગ્દષ્ટિ જીવ) ચાસ્ત્રિી બની શકતું નથી.
શંકા-ઉપશાન્તનેહવાળા ને સમ્યકત્વ હોવા છતાં પણ કૃતશ્રવણેછાદિક નથી થતાં, કારણ કે તે કૃતકૃત્ય થયેલ છે, તેથી કાર્યકારણભાવનું નિયામક અન્વય અને વ્યતિરેકનું વિઘટન હોવાથી સમ્યક્ત્વ અને કૃતશ્રવણે છાદિકોમાં પરસ્પરમાં કાર્યકારણભાવ બની શકતા નથી.
સમાધાન–કૃતશ્રવણેચ્છાદિકોને મહાપશાંતિ ફળવાળા હોવાથી ફળરૂપથી ત્યાં પણ સદ્ભાવ છે.
વિશેષાર્થ –અત્યારે પ્રતિવાદીએ જે સમ્યગ્દર્શન અને મૃતશ્રવણેચ્છાદિકેના આ ઠેકાણે કાર્યકારણ–ભાવ અન્વયવ્યતિરેકના નહિ ઘટવાથી સ્વીકાર કરેલ નથી, એનું સમાધાન કરતાં આચાર્ય મહારાજ કહે છે કે-ભાઈ! ઉપશાન્તમોહવાળા માં પણ શ્રતશ્રવણેચ્છાદિકોનો સદુભાવ છે, જે તેને ત્યાં સદ્દભાવ ન માનવામાં આવે તે આ જીના મેહની જે ઉપશાંતતા થઈ છે તે ઘટિત થતી નથી. મોહની ઉપશાંતતા મૃતશ્રવણે છાદિકોનું ફળ છે, અને શ્રુતશ્રવણદિક સમ્યગ્દર્શનનું ફળસ્વરૂપ છે, તેથી તે સમ્યગ્દર્શન નિષ્ફળ થાય એવી કોઈ વાત નહિ; કારણ કે ફળ પણ સ્વયં ફળવાન થયા કરે છે, તેથી ઉપશાન્તમોહવાળા જેમાં વિદ્યમાન સમ્યગ્દર્શન સફળ થાય છે, નિષ્ફળ નહિ. આ માટે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૬૯