Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રયત્ન વિશુદ્ધ યથાપ્રવૃત્તિકરણ નામનું પરિણામ પ્રાદુર્ભત (પ્રગટ) થાય છે. જેના દ્વારા આ જીવ દીર્ઘતર કર્મ સ્થિતિને પણ એટલી ખપાવી દે છે કે જેથી આયુકર્મને છેડીને શેષ જ્ઞાનાવરણીયાફિક સમસ્ત સાત કર્મોની સ્થિતિ પલ્યના અસંખ્યાતમાં ભાગ હીન એકકોટાકેટિસાગરપ્રમાણુ અવશિષ્ટ રહી જાય છે.
વિશેષાર્થ-જેમ પર્વતપ્રદેશમાં રહેવાવાળી નદીને પત્થર એની પ્રબલ ધારાથી અહીં-તહીં અથડાઈ કુટાઈને સ્વાભાવિક રીતિથી ગોળમોળ થઈ જાય છે, તે પ્રકારે અનાદિ કાળથી કર્મના વશીભૂત થઈને સંસારરૂપી સમુદ્રમાં પડી રહેલા આ જીવરૂપી પાષાણખંડ પણ ચતુર્ગતિના દુઃખરૂપ પ્રબલ પ્રવાહથી રાતદિન અથડાઈને ગળમોલસ્વરૂપ યથાપ્રવૃત્તિકરણરૂપ-અવસ્થાસંપન્ન થઈ જાય છે. જેમ નદીના પાષાણ, કેઈ પ્રયત્ન વિના અને અનાભોગરૂપથી (સ્વાભાવિક રૂપથી) ગેળ થયા કરે છે તે પ્રકારે આ કરણ પણ કઈ પ્રયત્ન વિના સ્વાભાવિક રૂપમાં જ જીવને પ્રાપ્ત થઈ જાય છે. આ જીવને વિશુદ્ધ પરિણામ છે. આના પ્રભાવથી એ જીવના આયુકર્મને છોડીને અવશિષ્ટ (શેષ) સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટીને પલ્યના અસંખ્યાતમાં ભાગ હીન એક કટોકટીસાગર પ્રમાણ (અતઃકોટકટિસાગરપ્રમાણ) રહી જાય છે.
ત્યાર બાદ જીવની કર્મભનિત-કર્મોથી ઉત્પન્ન થયેલી–અને સઘન કઠિનતર રાગદ્વેષપરિણામવાળી કર્મોની વિશેષ સ્થિતિરૂપ એક ગ્રન્થિ હોય છે, જે અત્યન્ત કઠોર, સઘન અને જુની ગૂઢ-ગાંઠની સમાન દુર્ભેદ્ય હોય છે. જેમ ઘણી જુની કઠણ ગાંઠનું, કે જે ચિકણાપણું વિગેરેના સંબંધથી અત્યન્ત ચોંટી ગયેલ છે, અને જેને સાંધે પણ નજરે નથી આવતું, અને જે વાંકીચુકી લાગેલી છે; એનું તેડવું જેમ અશક્ય હોય છે. તે જ પ્રકારની આ કર્મ સ્થિતિ પણ એક દુર્ભેદ્ય ગાંઠ છે.
અભવ્ય જીવ પણ આ યથાપ્રવૃત્તિકરણ દ્વારા આયુકર્મ સિવાય અન્ય સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને એકકોટાકોટીસાગરપ્રમાણ કરી દે છે, પરંતુ ગ્રથિભેદન કરી શકતા નથી. એના પશ્ચાત્ કઈ પણ મહાત્મા ભવ્ય જીવ યથાપ્રવૃત્તિકરણથી પણ અધિકવિશુદ્ધિસંપન્ન અપૂર્વ-કરણને પ્રાપ્ત કરે છે. એના દ્વારા તે ઘન-રાગદ્વેષરૂપ અતિદઢ ચન્થિને સર્વ પ્રકારથી છેદી
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨ ૭૮