Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નાંખે છે અને ભેદી નાંખે છે. આ પરિણામ જીવને પહેલાં કોઈ વખત પણ પ્રાપ્ત નથી થયું તેથી એની અપૂર્વકરણ સંજ્ઞા છે. જે પહેલા નથી થયું તે અપૂર્વ છે. અપૂર્વ જે કરણ તે અપૂર્વ કરણ છે. આ પરિણામ જીવને માટે એક વાર જ થાય છે, વારંવાર નહિં. યથાપ્રવૃત્તિકરણ તે અભવ્યને અનંત વાર પણ થાય છે. આથી તે એના દ્વારા કર્મોનું ક્ષપણ કરીને સ્થિદેશ સુધી અનંતી વાર આવે છે.
અપૂર્વકરણ--પરિણામથી ગ્રન્થિને સર્વથા ભેદ થવાથી એના પછી આનાથી પણ અધિક વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, જેનું નામ અનિવૃત્તિકરણ છે. એના દ્વારા વ્યવધાનરહિત એના ઉત્તરકાળમાં (એ જ વખતે) જીવ નિયમથી સમ્યકત્વની પ્રાપ્તિ કરી લે છે. આ પરિણામ સમ્યકત્વપ્રાપ્તિ કરાવ્યા વગર છુટતું જ નથી, તેથી તેનું નામ “અનિવૃત્તિકરણ” પડયું છે, એની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. જીવને અપૂર્વકરણની અપેક્ષા આ સમયે અધિક માત્રામાં વીલ્લાસ વધે છે. અન્તર્મુહર્ત પ્રમાણ સ્થિતિમાંથી સંપ્રખ્યાત ભાગ ઘટતાં ઘટતાં
જ્યારે તેને અંતિમ સંખ્યાતમે ભાગ અવશિષ્ટ રહી જાય છે તે વખતે અન્તરકરણ થાય છે. આ મિથ્યાત્વના પ્રદેશના વેદન કરવા યોગ્ય દલિના અભાવ (ક્ષય) નું કારણ થાય છે. એની પણ સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. આ અન્તમુહૂર્ત જઘન્ય અતર્મુહૂર્ત છે. અનિવૃત્તિકરણના કાળનું અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અંતમુહૂર્તના પણ અસંખ્તાત ભેદ છે.
અનિવૃત્તિકરણના અંતિમ ભાગમાં અન્ડરકરણનું કાર્ય પ્રારંભ થાય છે. મિથ્યાત્વના પ્રદેશોના વેદન કરવા યોગ્ય દલિને અભાવ કરે, એ જ અંતરકરણનું કાર્ય છે, આ કાર્ય એના દ્વારા જીવ જે પ્રકારથી કરે છે તે કહે છે જેને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, આ બે વિશુદ્ધ પરિણામોથી વિશિષ્ટ શક્તિને વિકાસ દે છે આવા ભવ્ય જીવ વ્યવધાનહિત અનિવૃત્તિકરણની પછી અન્તમુહૂર્ત સમયમાં આગામી કાળમાં ઉદય આવવા ગ્ય મિથ્યાત્વના દલિયેના બે ટુકડા-ભાગ કરે છે. એમાં એક ટુકડાને અનિવૃત્તિકરણના અંતિમ સમયના અન્તમાં ઉદયાગત મિથ્યાત્વના દલિમાં પ્રક્ષિપ્ત કરે છે. અને બીજા ભાગને અનિવૃત્તિકરણના અન્યવહિત ઉત્તરકાલીન અન્તર્મુહૂર્તની સમાપ્તિના અનન્તર (અન્તરરહિત) કાળમાં ઉદય આવવા યોગ્ય મિથ્યાત્વના દલિની સાથે સંયુક્ત કરે છે. આ રીતે અનિવૃત્તિકરણકાળના વ્યવધાનરહિત ઉત્તર કાળમાં પ્રથમ અન્તર્મુહૂતકાળ એક એવો કાળ થાય છે કે જેમાં મિથ્યાત્વ કર્મનો એક પણ દલિયું શેષ નથી રહેતું. આ અન્તરકરણ–પરિણામદ્વારા ભવ્ય જીવ આ અન્તર્મુહૂર્તકાળમાં ઉદયગ્ય મિથ્યાત્વના દલિયેના પ્રથમ સ્થિતિરૂપ એક ભાગને એને પૂર્વકાળવત્તર જે અનિવૃત્તિકરણને
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૭૯