Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
બીજા પ્રકારે સમ્યક્ત્વ દશ પ્રકારના પણ કહેવામાં આવે છે. જેમ(૧) ઔપથમિક, (૨) ક્ષાયિક, (૩) લાપશમિક, (૪) સાસ્વાદન, અને (૫) વેદક. એ પચે નિસર્ગ અને અધિગમના ભેદથી બે બે પ્રકારના છે. એ રીતે સમ્યક્ત્વના દશ ભેદ થઈ જાય છે.
(૧) અનન્તાનુબધી ક્રોધ માન માયા અને લેભ, એ ચાર કષાયોના ઉપશમ (સત્તામાં સ્થિત રહેવું) પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્ય. કૃત્વ મોહનીય કર્મોના સર્વથા ઉપશમથી ઉત્પન્ન થયેલાં જે તત્વચિરૂપ જીવના શુભ પરિણામવિશેષ છે તે ઔપશમિક-સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ ઉપશમ શ્રેણીવાળા જીવને થાય છે (૧).
(૨) અનંતાનુબંધી આદિ ૭ સાત પ્રકૃતિના સર્વથા ક્ષયથી જે જીવને શુભ પરિણામ ઉત્પન્ન થાય છે તે ક્ષાયિક-સમ્યક્ત્વ છે (૨).
(૩) ક્ષાપથમિક સમ્યક્ત્વના લક્ષણ આ પ્રકારે છે–
અનંતાનુબંધી ચાર કષાના ક્ષયના અનન્તર મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષપશમથી અને સમ્યક્ત્વ–મોહનીય કર્મના ઉદયથી જે આત્માને પરિણામ–ભાવઉત્પન્ન થાય છે તે ક્ષાપશમિક–સમ્યક્ત્વ છે. અર્થાત્ આ સમ્યકત્વમાં મિથ્યાત્વના કઈ ભાગને ક્ષય થઈ જાય છે અને કોઈ ભાગને ઉપશમ રહે છે. તે એ પ્રકારથી કે મિથ્યાત્વના જે સર્વ ઘાતી સ્પદ્ધક છે તેને તે ઉદય-ભાવી ક્ષય (ઉદયાગત સર્વઘાતિ પદ્ધકોનું ફળ આપ્યા વિના તુટી જવું) થઈ જાય છે અને એના આગામી કાળમાં ઉદય આવવાવાળા નિષેકો (કર્મ પુદ્ગલના રચના વિશેષ) ને સદવસ્થારૂપ ઉપશમ રહે છે અને સમ્યક્ત્વપ્રકૃતિ જે દેશઘાતી છે એને આંહી ઉદય રહે છે, એટલે અહીંયા મિથ્યાત્વમેહનીય કર્મને જેટલે પણ અંશ ઉદયમાં આવ્યો છે તે વિપાકરૂપ ઉદયથી વેદવામાં આવેલ છે જેથી એટલા ભાગને તે ક્ષય થઈ ગયેલ છે. અને જે અવશિષ્ટ અવેદિત ભાગ છે જે હજુ સુધી ઉદયમાં આવેલ નથી ફક્ત સત્તામાં જ બેઠેલ છે, બસ એનું નામ સદવસ્થારૂપ ઉપશમ છે, એને અનુદિત–અનુદય અવસ્થા પણ કહે છે. અહીંયા જે મિથ્યાત્વની અનુદયાવસ્થા કહેવાઈ છે તે મિથ્યાત્વના કોઈ ભાગની અને મિશ્રપુંજની અપેક્ષાએ કહેવાઈ છે. કારણ કે એને આ જગ્યાએ ઉદય નથી, તથા સમ્યક્ત્વપ્રકૃતિને છેડા ભાગે ઉદય છે. આ પ્રકારે ઉદિત મિથ્યાત્વના ક્ષયથી, અને અનુદિત એજ મિથ્યાત્વના ઉપશમથી અને કેટલાંક સમ્યક્ત્વકર્મના પુગલોના વેદન હોવાથી આ ક્ષાપશમિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. આ પ્રકારથી ક્ષાયોપથમિક સમ્યકત્વના લક્ષણ સુઘટિત થઈ જાય છે.
આ સમ્યક્ત્વ આત્મ-પરિણામરૂપ સમ્યક્ત્વના અનાવારક-આવરણ કરવાં વાળાં નહિ-હોવાથી ઉપચારથી સમ્યકત્વ કહેવામાં આવેલ છે, કારણ કે આ સમ્યકત્વમાં વિરોધિતપુગલપુંજને-સમ્યક્ત્વ પ્રકૃતિને ઉદય છે અને એના ઉદયરૂપ વેદનથી એ સમ્યક્ત્વ થયેલ છે, માટે પુદ્ગલજન્ય હોવાથી આ પૌગલિક છે, અને આ પીગલિક કાર્યને જે સમ્યકૃત્વ કહેલ છે તે આ હેતુથી કે તે આત્મપરિણામરૂપ જે સમ્યક્ત્વ છે એનું આવરણ નથી કરતું.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૫૯