Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યાતનાઓને ભેગવે છે. એ પ્રકારે જે ગર્ભદશી છે તે જન્મદશી છે. જે જન્મદશી છે તે મરણદશી છે, જે મરણશી છે તે નરકદશી છે. જે નરકદશી છે તે તિર્યગ્દશી છે. જે તિર્યગ્દશી છે અર્થાત્ તિર્યંચગતિસ્વરૂપ નિગદના દુઃખોને અનુભવકર્તા છે, તે ત્યાંના સર્વોત્કૃષ્ટ દુઃખોને અનુભવ કરે છે. એ જ ભાવ.
સ સુ એ પદથી સૂત્રકારે પ્રગટ કરેલ છે. અહીં દુઃખ–શબ્દથી સર્વોત્કૃષ્ટ નિગેહસંબંધી દુઃખનું જ ગ્રહણ કરેલ છે. માટે જે “જર્મન” ઈત્યાદિ પદ છે તેમાં પણ દુઃખ–દશિત્વ તે આવે જ છે તે પણ જે તિર્યગ્દશીમાં જ દુઃખ-દર્શિત્વ સ્વતંત્ર રૂપથી પ્રગટ કરેલ છે તે અયુક્ત છે. આ પ્રકારની શંકા કરવાને આ ઠેકાણે અવસર જ પ્રાપ્ત થતું નથી, આ સમસ્ત કથનથી એ ધ્વનિત થાય છે કે આ પ્રકર્ષ પરંપરાપ્રાપ્ત ભાવશસ્ત્રનું નિદાન-મૂલ કારણ—કાય છે. અને બધાથી ઉત્કૃષ્ટ દુઃખ નિગદભવમાં છે.
| ભાવાર્થ –એ ક્રોધાદિક પર–ભાવ જ ભાવશસ્ત્ર છે, અને ક્રોધથી માન, માનથી માયા, માયાથી લોભ, ઈત્યાદિ રૂપથી તેમાં પ્રકર્ષ પરંપરા છે એ વાત પ્રગટ કરી છે. તે સૂ ૧૦
ગ્યારહવું સૂત્રકા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્રો / પૂર્વોક્ત મેઘાવી મુનિકો ચાહિયે કિ ક્રોધસે લેકર મોહ તકકે ભાવશસ્ત્રોં કા પરિત્યાગ કર ક્રોધાદિકકે કુલભૂત ગર્ભદુઃખાદિસે લેકર નિગોદદુઃખપર્યન્ત
સભી દુઃખોંકો દૂર કરે-યહ બાત ભગવાન્ તીર્થકરને કહી હૈ
જે મુમુક્ષ-મોક્ષ જવાની ઈચ્છા રાખનારા હોય તેને કોધાદિકને પરિહાર કરી દેવું જોઈએ, આ વાતને પ્રગટ કરે છે-“સે મેહાવી” ઈત્યાદિ.
તે મેધાવી મુનિ કેધથી લઈ મોહ સુધી ભાવશસ્ત્રને તથા તેના પ્રયોગથી ઉત્પન્ન તેના ફળસ્વરૂપ ગર્ભાવાસના દુઃખોથી લઈને નિગોદના દુઃખ સુધીને પરિહાર કરે, અર્થાત્ બુદ્ધિમાનનું કર્તવ્ય છે કે તે ક્રોધાદિકકષાયરૂપ ભાવશસ્ત્રને પરિત્યાગ કરે, કારણ કે ક્રોધાદિ કષાયેના કરવાથી કર્તાને તેનાથી અનેક પ્રકારના દુઃખો ભેગવવા
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૪૯