Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તેરહર્વે સૂત્રકા અવતરણ ઔર તેરહવાં સૂત્રો / પશ્યકકો, અર્થા-કેવલીકો ઉપાધિ, અર્થા–દ્રવ્યોપાધિ ભાવોપાધિ, અથવા-કર્મભનિત નરકાદિભવ હોતા હૈ ક્યા?; પશ્યકકો ઉપાધિ નહીં હૈ .
ઉદેશસમાપ્તિ 1.
હવે ઉપાધિના વિષયમાં કહે છે–વિસ્થિ” ઈત્યાદિ.
જખ્ખ સ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ભદન્ત! કેવળી ભગવાનને ઉપાધિ છે કે નહિ? શ્રી સુધર્માસ્વામી કહે છે કે તેને કઈ પણ પ્રકારની ઉપાધિ નથી, હિરણ્ય સુવર્ણદિરૂપ દ્રવ્ય-ઉપાધિ અને જ્ઞાનાવરણીયાદિ કર્મ ભાવ-ઉપાધિ આ પ્રકારે ઉપાધિના બે ભેદ છે. તેમાંથી કોઈ પણ ઉપાધિ તેને નથી. અથવા કર્મજનિત જે નરકાદિ પર્યાય છે તે પણ ઉપાધિ છે, તે ઉપાધિ પણ તેમનામાં નથી. પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં એ સૂત્ર છે, જેમ-“fમરિક કવાથી વારસ”—મિત્તિ ઉપાધિ
ચ ? અહી સુધી પ્રશ્નવાક્ય છે. “ન વિજ્ઞરૂ ન0િ”—નવિદ્યતે નાસ્તિ એ ઉત્તર વાકય છે. અર્થાત્ સર્વજ્ઞ તીર્થકર ભગવાનને ઉપાધિ છે કે નહિ ?, નથી. આ ઠેકાણે “ર વિદ્યતે” આ કિયાની પર્યાયવાચી કિયા જે “નાસ્તિ” બતાવી છે તે ઉત્તરવાયના અર્થની દઢતા સમજાવવા માટે, અને અધ્યયનની સમાપ્તિ સૂચના કરવા માટે. અથવા–“મિ0િ કવાણ પરાક્ષ ન વિજ્ઞ;” અહીં સુધી પ્રશ્નવાક્ય છે, અને “નરિ’ આ ઉત્તરવાડ્યું છે. અર્થાત્ સર્વજ્ઞ તીર્થકરને ઉપાધિ છે કે નહિ? અહીં સુધી શિષ્યને પ્રશ્ન છે. ગુરૂને ઉત્તર છે–“નત્યિ” નથી.
ભાવાર્થ-કેવળી તીર્થકર ભગવાનને અષ્ટવિધકર્મરૂપ ઉપાધિ નથી, અને કર્મજન્ય નરકાદિપર્યાયરૂપ ઉપાધિ પણ નથી. તે તે ઉપાધિથી નિર્મુક્ત છે. કારણ કે તેને કમરૂપી બીજ બળી ગયેલ છે, કહ્યું પણ છે –
વીને થાક્યન્ત, પ્રદુમતિ રાઃ | જર્મવીને તથા ઘે, રોહતિ મવારઃ ” | ૨ જેવી રીતે બીજાને નાશ થવાથી અંકુર ઉત્પન્ન થતાં નથી તે પ્રકારે કર્મ રૂપી બીજને વિનાશ થવાથી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતો નથી.
ત્તિ વૈશિ” રૂતિ ત્રવામિ– આ પ્રકારે હું કહું છું. અર્થાત્ ભગવાનના મુખથી મેં જેવું સાંભળ્યું છે તેવું જ હું તમને કહું છું. ૧૩.
ત્રીજા અધ્યયનને ચોથે ઉદ્દેશ સમાપ્ત છે ૩-૪ 1 આ ત્રીજા અધ્યયનના ચાર ઉદ્દેશોમાં યથાક્રમથી આ પ્રકારે વિષય વણિત થયેલ છે. –
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૫૧