Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સમ્યકત્વ શબ્દકી સિદ્ધિ, સમ્યકત્ત્વકા લક્ષણ, સમ્યકત્ત્વકે લક્ષણકે વિષયમેં
વાદિયોં કી વિપ્રતિપત્તિકા નિરસના
જ્ઞાનાદિક ગુણને જે પ્રાપ્ત કરે છે તેનું નામ સમ્યક્ છે. તે અપેક્ષાએ આ સમ્યક જીવસ્વરૂપ છે. એને જે ભાવ તેને સમ્યક્ત્વ કહે છે. આ સમ્યકૃત્વ તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ છે. સર્વજ્ઞ વીતરાગ પ્રભુદ્વારા ભાષિત હોવાથી પારમાર્થિક સત્ય
સ્વરૂપ જીવ અજીવ આદિ પદાર્થોમાં જે શ્રદ્ધાન-રૂચિ પ્રીતિ છે એનું નામ તત્વાર્થ-શ્રદ્ધાન છે. કહ્યું છે–
વિનોદ તપુ નિ, સુદ્ધા પર્વમુચ” રૂતિ !
અર્થાત્ –જિનેન્દ્ર ભગવાન દ્વારા જે ત કહેવાયા છે એમાં જે નિર્દોષ રૂચિ-પ્રીતિ છે એનું નામ સમ્યક્ત્વ છે.
વિશેષા–સર્વજ્ઞ, વીતરાગ અને હિતોપદેશી પ્રભુદ્વારા પ્રતિપાદિત જે જીવઅજીવ આદિ નવ પદાર્થ છે તે અહીંઆ તત્ત્વશબ્દવાચ છે. તત્ત્વ-શબ્દનો અર્થ પારમાર્થિક-વાસ્તવિક છે. શ્રદ્ધાન–શબ્દનો અર્થ રૂચિ-દઢવિશ્વાસ-આસ્થા છે. જીવ અજીવ આદિ પદાર્થ પ્રભુદ્વારા ઉપદિષ્ટ હોવાથી સત્ય-વાસ્તવિક છે. એને ફલિતાર્થ એ છે કે –જીવાદિક પદાર્થ વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદિત કરેલ છે. જેથી તે યથાર્થ–સત્ય તત્વ છે, એમાં જે દઢ વિશ્વાસ છે તેનું નામ તત્વાર્થ શ્રદ્ધાન છે. એનું જ નામ સમ્યગ્દર્શન છે.
રૂચિ (પ્રીતિ) ની સાથે જે શુદ્ધ-નિર્દોષ વિશેષણ આપવામાં આવ્યું છે તેનો ભાવ એ છે કે તે રૂચિ (પ્રીતિ) અજ્ઞાન, સંશય અને વિપર્યય, આ ત્રણ દોષથી રહિત હોવી જોઈએ. ત્યારે જ તે નિર્દોષ રૂચિ છે. જેમાં આ અજ્ઞાનાદિને સદ્ભાવ છે તે સત્ય રૂચિ નહીં; પણ સદોષ રૂચિ છે.
વિશેષાર્થ –પરસ્પર વિરૂદ્ધ અનેક કટિના પ્રકારના) સ્પર્શ કરવાવાળા જ્ઞાનને સંશય કહે છે, જેમ–આ સ્થાણુ છે કે પુરૂષ છે?. વિપરીત એક કેટિના નિશ્ચય કરવાવાળા જ્ઞાનને વિપર્યય કહે છે, જેમ-છીપને ચાંદી જાણવી. આ કાંઈક હશે, આવા પ્રતિભાસને અજ્ઞાન અગર અનધ્યવસાય કહે છે, જેમ-માર્ગ પર ચાલવાવાળાને તૃણસ્પર્શ વિગેરેનું જ્ઞાન, આ ત્રણ-અજ્ઞાન, સંશય, વિપર્યયરૂચિનાં દૂષણ છે. એનાથી રહિત રૂચી જ સમ્યક્ યથાર્થ-રૂચી કહેવાય છે.
શંકા–“તત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે” એવું જે સમ્ભત્વનું લક્ષણ કહેવામાં આવે છે ત્યાં “તથા '' આવા પ્રકારના પ્રત્યય-વિશ્વાસ–નું નામ જ શ્રદ્ધાન છે. અર્થાત “તીર્થંકર પ્રભુએ જીવાદિક પદાર્થોને જે સ્વરૂપે પ્રતિપાદન કર્યા છે. એ જીવાદિક પદાર્થોના તેવા જ સ્વરૂપ છે” આવા પ્રકારની નિશ્ચયપૂર્વક જે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૫ ૩