Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રા
ગૃહસ્થ પોતાના પુત્ર પુત્રી આદિ નિમિત્તે શસ્ત્ર-કાય સમારંભરૂપ સાવઘવ્યાપારે અને ભોજનાદિ સાધનને આરંભ કર્યા કરે છે તે જ બાત સૂત્રકાર કહે છે—“જિ ” ઈત્યાદિ.
ગૃહસ્થ કર્મસમારમ્ભ જિન હેતુઓં સે કરતે હૈં, ઉન હેતુઓં કા પ્રતિપાદના
સુખપ્રાપ્તિ અને દુઃખ પરિહારના પ્રજનથી ગૃહસ્થી જન પિતાનું શરીર પુત્ર કલત્રાદિરૂપ લેક માટે અનેક પ્રકારના કાયસમારંભરૂપ પચનપાચનાદિ સાવદ્ય વ્યાપાર કરે છે તેનું દિગ્દર્શન કરાવીને સૂત્રકાર કહે છે –
ગૃહસ્થ જીવન ભજન-કૃષિ-વાણિજ્ય આદિ સાવદ્ય વ્યાપાર વિના ચાલતું જ નથી. તેમાં આવા પ્રકારનાં અનેક પ્રકારે આરંભ જેને કરવાં જ પડે છે.
જ્યાં આરંભ-સમારંભ છે ત્યાં જીવોની હિંસા અવયંભાવી છે. હિંસાથી આશ્રવ થાય છે, અને તેનાથી જીવને સંસારબંધનથી છુટકારો થ ઘણું કઠિન થઈ પડે છે, માટે આત્માને સાવઘનિવૃત્તિરૂપ ચારિત્ર આરાધન કરવાની આવશ્યકતા છે.
ગૃહસ્થલોક પિતાના માટે તથા પુત્ર માટે, પુત્રિો માટે, પુત્રવધુ માટે, જાતિભાઈઓ, સગાં-સંબંધિઓ અને કુટુંબિઓ માટે, માતા-પિતા, સાસુ-સસરા આદિ માટે, સ્વજને માટે, ધાવમાતા માટે, રાજા માટે, દાસી-દાસ નેકર-ચાકર માટે, મહેમાને માટે, પૃથપ્રહણકને માટે, અર્થાત્ કન્યાવિવાહના ઉત્સવનું ભોજન, મુસાફરી સમય રસ્તામાં સવારસાંજ ખાવા માટે સાથે આપવામાં આવતું ભજન, અને કાંસા પિરસણું આદિ પૃથપ્રહેણુક કહેવાય છે, તેને માટે પચનપાચનદિરૂપ અનેક સાવદ્ય વ્યાપાર કરે છે.
ભાવાર્થ–સૂત્રકાર આ ઠેકાણે એ વાત સ્પષ્ટ કરે છે કે-ગૃહસ્થ લેક પિતાના તથા પિતાના સગાસંબંધિઓ અને છોકરાં-છયા વિગેરે માટે ભોજન વિગેરે આરંભે હરહમેશ કરતાં જ રહે છે. સર્વવિરતિ મુનિના શરીરની યાત્રાને નિર્વાહ તેને ત્યાંથી માત્રાનુસાર પ્રાપ્ત ભોજનથી સારી રીતે થઈ શકે છે, માટે મુનિને સાવધ વ્યાપાર કરવાની આવશ્યક્તા જ નથી, સાવદ્ય વ્યાપારથી હિંસા થવાના
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૪૩