Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્રા
એવા પૂર્વોક્ત વિશેષણોથી યુકત અણગાર કેવા હોય છે? તેને ખુલાસો કરતાં સૂત્રકાર કહે છે–રે મહૂ” ઈત્યાદિ.
હનનકોટિત્રિક ઔર યણકોટત્રિકસે રહિત સાધુકા વર્ણના
તે ચારિત્રવાન અણગાર કે જેનું વર્ણન “સમુદિg” આ બીજા સૂત્રમાં કરવામાં આવેલ છે. તે “ઢ” “પ્રતિલેખનાદિ ક્રિયાઓના અવસરના જ્ઞાતા” હોય છે, અથવા “ઢિા” શબ્દનો અર્થ “કાળના જાણવાવાળા હોય છે. એથી આ વાત સૂત્રકાર પ્રગટ કરે છે કે-સાધુઓ ભિક્ષાચરણના કાલમાં જ ભિક્ષા માટે જવું જોઈએ, કારણ કે અકાળે તે નિમિત્ત થએલું ગમન એક તો પોતાને માટે કલેશકારક થાય છે, બીજું આવા પ્રકારની પ્રવૃત્તિથી ગામમાં તે સાધુની નિંદા પણ થાય છે. માટે આહાર લેવા માટે જે માર્ગ શાસ્ત્રાનુસાર વિહિત છે તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરવાવાળા સંયમી સાધુના ચારિત્રમાં ભગવાનની આજ્ઞાના વિરાધક હોવાનો મતલબથી, અને પિતાનામાં ખેદ ઉત્પન્ન કરવાના નિમિત્તથી મલિનતા આવે છે માટે અકાળમાં ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ નહિ.
કાળજ્ઞ શબ્દનો અર્થ એ પણ થાય છે—જે સુભિક્ષ–દુર્મિક્ષ દિનપ્રમાણ અને રાત્રિના પ્રમાણને જાણે છે.
પિતાની તેમજ બીજાની શક્તિને જે જાણે છે તે બલજ્ઞ છે, જેટલા પ્રમાણમાં આહાર લેવાથી ગૃહસ્થ ફરીથી બીજી વાર આરંભ ન કરે, અથવા જેટલા આહારના પ્રહણથી પિતાની સંયમયાત્રાનો નિર્વાહ થાય છે એટલી જ માત્રામાં આહાર લેવો જોઈએ. આ પ્રકારની વિધિમાં જે કુશળ છે તેનું નામ માત્રા છે.
અભ્યાસ અથવા સંસારમાં પરિભ્રમણથી ઉત્પન્ન થતાં કલેશ, અગર ષટ્યાયિક
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૪૮