Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભલે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, જે પ્રાણીને રાગ અને દ્વેષ થતો નથી, તે પ્રાણી જ આત્મવાન છે. અર્થાત્ જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન છે, અથવા આત્મહિતકારી આચરણમાં લવલીન છે. જેવી રીતે તુષથી ધાન્ય અલગ કરવામાં આવે છે તેવી રીતે શબ્દાદિક વિષયામાં પ્રવત માન પાતાના આત્માને તેનાથી અલગ કરી તે તેની રક્ષા કરવાવાળા છે, જ્ઞાનવાન છે—હેય અને ઉપાદેયના વિવેકવાળા છે-ઈટ અને અનિષ્ટ શબ્દાદિક વિષયામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિના કારણ રાગ અને દ્વેષ છે, રાગ અને દ્વેષથી નવીન કર્મોના બંધ અને તેનાથી જીવોનુ સંસારમાં પરિભ્રમણ થાય છે. આવા પ્રકારના જ્ઞાનથી તે સંપન્ન છે. વેદવાન છે—જીવાર્દિક પદાર્થીના સ્વરૂપ જેનાથી જાણી શકે છે તેનુ નામ વેદ છે. તે આચારાંગ આદિ આગમ છે. તેના જે જાણનાર છે તેનું નામ વેદવાણ્ છે. ધર્મવાન્ છે—દુર્ગતિમાં પડતા જીવોની જે રક્ષા કરે છે તેનુ નામ ધર્મ છે. તે તેને
ધામ જીતચારિરૂપ છે. તે જેની પાસે છે. અર્થાત્ જે આ ધમ ના પાલક છે તેનું
તેનુ નામ બ્રહ્મવાન્ છે. અર્થાત્ માક્ષસુખના જ્ઞાતા છે, અથવા ૧૮ અઢાર પ્રકારના બ્રહ્મચર્યના પાલક છે તે પણ બ્રહ્મવાન્ છે. અથવા જે મૈથુનના સર્વથા પરિત્યાગી થાય છે તે પણ બ્રહ્મવાન્ છે. આવા પ્રકારના સંયમી સારી રીતે જીવાદિક પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળાં પ્રજ્ઞાન-મત્યાદિક જ્ઞાનાદ્વારા લોક–ષડૂજીવનિકાય-ના સ્વરૂપને જાણે છે, અથવા લોક-શબ્દાદિકવિષયરૂપ લોકને પરજ્ઞાથી ખંધનું કારણ જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેના પરિહારત્યાગ કરે છે. જે આત્મવાન્, જ્ઞાનવાત્, વેદવાણ્, ધર્મવાન્ અને બ્રહ્મવાન છે તેને જ મુનિ કહેવામાં આવે છે,
વળી—જે ધર્મવિ—જીવ અજીવ દ્રવ્યના સ્વરૂપના જ્ઞાતા છે તથા ઋતુ: સમ્યગ્દર્શન સભ્યજ્ઞાન અને સમ્યચારિત્રરૂપ મોક્ષના સરલ માર્ગના અવલ ખનથી ઋજીપરિણામી-અકુટિલ અથવા સરલચિત્ત છે તે જ આ વાતને જાણી શકે છે કે-આવત્ત અને સ્રોતના સબંધ રાગદ્વેષકૃત છે. આવત્તુ એ પ્રકારના છે. એક દ્રવ્ય-આવત્ત અને ખીજું ભાવ-વત્તું. જળ પ્રવાહમાં જે ભવર પડે છે તે દ્રવ્ય-આવત્ત છે. જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ આદિ અનેક ઉપદ્રવાના સ્થાનરૂપ સંસાર ભાવ—આવત્ત છે. કહ્યું છે——
“ રામદેવવશાયિન, મિષ્યાશનનું સ્તરમ્।
जन्मावर्ते जगत् क्षिप्तं, प्रमादाद् भ्राम्यते भृशम् "" ' ? ॥ અર્થાત્ આ જગત રાગ અને દ્વેષથી વ્યાપ્ત છે. મિથ્યાદર્શનથી યુક્ત હોવાને કારણે તે દુસ્તર છે. જન્મરૂપી આવમાં પડેલ છે અને પ્રમાદથી ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે ॥ ૧ ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૯૭