Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવા—સંસારી જીવ શબ્દાદિક પાંચ ઈન્દ્રિયાના વિષયોના ઉપભાગ કરવાની લાલસાને આધીન બનીને જ પેાતાની પ્રવૃત્તિને અસંયમિત બનાવે છે. તેની આ અસંયમિત પ્રવૃત્તિથી ત્રસ સ્થાવર પ્રાણીઓને અનેક પ્રકારના કષ્ટ ભાગવવા પડે છે. અસંયમી જીવાની સ્વચ્છંદ પ્રવૃત્તિ જ અન્ય જીવે માટે અનેક પ્રકારના કષ્ટોને દેવાવાળી બને છે, સંયમી જીવ આ માબતનું સદા વિશેષ ધ્યાન રાખે છે કે કદાચ મારી પ્રવૃત્તિથી પ્રાણિઓને દુઃખ ન પહોંચે. તેટલા માટે તે પોતાની પ્રવૃત્તિને આટલી સંયમિત રાખે છે કે કોઈ પણ પ્રાણી તેનાથી દુ:ખી થતા નથી. તે પોતાની આ પ્રકારની પ્રવૃત્તિને ઉત્તરાન્તર વધારવાનો એટલે અધિકથી અધિક અભ્યાસ કરે છે કે તે કેાઈ ને કોઈ વખત વીતરાગપદ્યના ધારક અને છે, તે જાણે છે કે હું જેટલું સયમ આરાધનમાં દુઃખ સહન કરીશ તેટલી જ મારે કર્મોની નિરા થશે, આજ વીતરાગપદ સુધી પહેાંચવાની ઉત્તમ સીડી છે. આ પ્રકારે જે નિરવદ્યક્રિયારૂપ સંયમના અભ્યાસ કરવામાં કઠ-કુશળ છે તે જે જે કાર્યોથી પ્રાણીઓના પ્રાણાને કષ્ટ પહોંચે એવી સાવદ્ય ક્રિયાએથી સદા વિરક્ત જ રહે છે.
વિસ્તરા—જે અનુકૂળ અને પ્રતિકૂળ શબ્દાદિક વિષયેાની પ્રાપ્તિ તેમજ પરિહાર માટે સાવદ્ય ક્રિયાને શસ્ત્રરૂપ માને છે તે એ પણ સમજે છે કે સયમ સજીવોના ઉપકારક હાવાથી અશસ્રરૂપ છે, આ પ્રકારે તે તેમાં શસ્ત્ર અને અશસ્રરૂપતા જાણીને અશસ્રરૂપ સંયમમાં પ્રવૃત્ત થાય છે, અને શસ્રરૂપ સાવધ ક્રિયાઓના અનુષ્ઠાનથી વિરક્ત થાય છે. એ માનેલી વાત છે કે મુનિને કર્માંના નાશ સકલ સાવદ્ય વ્યાપારેની નિવૃત્તિથી અને સંયમની આરાધનામાં પ્રવૃત્તિ કરવાથી જ થાય છે.
जात
અથવા ચૈવ ’ શબ્દના અર્થ શબ્દાદિ પર્યાય છે; ' શબ્દના અ‘ ઉત્પન્ન ’ છે. શસ્ત્ર' શબ્દના અર્થ ‘તપ ' છે. તેનું તાત્પર્ય એ છે કે શબ્દાદિ પાંચાથી ઉત્પન્ન હાવાવાળા આઠ પ્રકારના કર્મોનુ શસ્ત્ર તપ છે, કારણ કે તપ કર્મોને બાળીને નાશ કરી નાંખે છે. આ શસ્ર-તપના જે ખેદજ્ઞ જાણકાર છે તે મુનિ અશસ્ત્ર-સંયમના પણ જાણકાર છે, જે અશસ્ત્ર-સંયમના જાણુકાર છે તે શબ્દાદ્વિપર્યાયજનિત આઠ પ્રકારના કર્મોના વિનાશ કરવાવાવાળા શસ્ર-તપના પણુ જાણકાર છે. એ મન્નેને જાણવાવાળા મુનિના આસવને નિરોધ હાવાથી અનાદિ ભવાથી સંચિત કર્મોના ક્ષય થાય છે! સૂ॰ ૯૫
શ્રી આચારાંગ સૂત્ર : ૨
(
૨૦૩