Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
નવમ સુત્રકા અવતરણ ઔર નવમ સૂત્રો / દેવ ભી જન્મમરણશીલ હોતે હૈં, ઇસલિયે ઉનકે સુખ કો ભી નશ્વર સમઝ કર |
મુતચારિત્રધર્મકા સેવન કરો .
મનુષ્યના જ વિષયભોગ નિસ્સાર છે, એમ નહિ; કિન્તુ દેવના પણ વિષયભોગ નિસ્સાર છે. આ વાતને સમજાવે છે –“ઉવવી” ઈત્યાદિ. | હે મુનિ! દેવોના ઉપપાત-જન્મ, ચ્યવન-મરણને જાણીને તમે અનન્ય જે મૃતચારિત્રરૂપ ધર્મ છે તેનું સેવન કરે.
ભાવાર્થ–દેવેનું આયુષ્ય સાગરોનું હોય છે. આટલું મોટું આયુષ્ય હોવા છતાં પણ વિષયભેગોથી તૃપ્તિ થતી નથી. તે દેવોને તે આયુ ક્ષણસદશ જ લાગે છે અને વ્યતીત થઈ જાય છે. ત્યાંના વિષયભોગ પણ સદા સ્થિર નથી. તે પણ વિનશ્વર છે. જન્મ મરણનું ચક્કર દેવગતિમાં દેવોને પણ ભોગવવું પડે છે, માટે શિષ્યને સંબોધન કરીને સૂત્રકાર કહે છે –
હે મુનિ! મનુષ્યલોકના વિષયોગ જ અસાર છે એ વાત નથી પણ દેવલોકના પણ વિષયગ આ માફક અસાર છે. આ ગતિમાં સંયમની આરાધના થતી નથી. સંયમની આરાધના મનુષ્યગતિ સિવાય અન્ય બીજી કોઈ પણ ગ. તિમાં બની શકતી નથી. માટે આ દુર્લભ મનુષ્ય જન્મને વિષયભેગોની ચાહનામાં અને તેનું સેવન કરવામાં નષ્ટ કરી નાખે તે બુદ્ધિમાનનું કર્તવ્ય નથી. એમ ન સમજશે કે “સંયમની આરાધનાથી અમે દેવપર્યય પ્રાપ્ત કરી ત્યાંના વિષય ભેગને ભેગવતાં સુખી થઈ જશે. કારણ કે ત્યાંના વિષયભેગ પણ અસાર જ છે. માટે નિદાનરહિત બનીને જ તમે કૃતચારિત્રરૂપ ધર્મની આરાધના કરો. પેસૂલા
દશમ સૂત્ર / મુતચારિત્ર ધર્મ કે આરાધનમેં તત્પર મુનિ કિસી કી હિંસા ન કરે, ન દૂસરોં સે
હિંસા કરાવે ઔર ન હિંસા કરનેવાલે કી અનુમોદના હી કરે !
ફરી પણ કહે છે-- ” ઈત્યાદિ.
મુતચારિત્રરૂપ ધર્મની આરાધના કરવામાં તત્પર બનેલ મુનિ કદિ પણ સ્વયં પ્રાણીઓની હિંસા ન કરે. બીજા પાસે હિંસા ન કરાવે અને હિંસા કરવાવાળાની અનુમોદના પણ ન કરે. એ સૂત્ર ૧૦ |
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૧૭