Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
"आहारार्थं कर्म कुर्यादनिन्द्यं, स्यादाहारः प्राणसंधारणार्थम् । प्राणा धार्यास्तत्त्वजिज्ञासनाथ, तत्त्वं ज्ञेयं येन दुःखाद् विमुच्येत्” ॥१॥
આહાર માટે અનિન્દ કર્મ કરે. આહારનું ગ્રહણ પ્રાણની રક્ષા નિમિત્ત છે. પ્રાણની રક્ષા તની જીજ્ઞાસા માટે છે, અને તત્વજ્ઞાન પિતાને (જીવન) સાંસારિક દુઃખેથી છોડાવવા માટે થાય છે.
માટે સાધુએ આહારની પ્રાપ્તિ માટે અનિન્દ કર્મ (એષણસમિતિયુક્ત પ્રવૃત્તિ) કરવું જોઈએ, નિન્ય કર્મ નહિ. પ્રાણોની રક્ષા માટે જ આહાર ગ્રહણ કરવો જોઈએ, વિષયાદિકોની અને પ્રમાદની પુષ્ટિ માટે નહિ. તની વિચારણા કરવા માટે જ પ્રાણની રક્ષા કરવી જોઈએ – બીજા જીવની હિંસાદિક માટે નહિ. તત્ત્વજ્ઞાનને વિચાર પણ સાંસારિક દુઃખોથી છુટવા માટે કરે જોઈએ – માન માયા આદિ કષાયની પુષ્ટિ માટે નહિ. માટે સંયમયાત્રાના નિર્વાહ માટે માત્રાનુસાર આહાર લેવું જોઈએ જેથી પ્રમાદ ન થાય. તે સૂઇ જ છે
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રો
સુનિ, આત્મસ-ઈન્દ્રિય અને મનને નિગ્રહ કરનાર કેવી રીતે બને ? એવી શિષ્યની જીજ્ઞાસાનું સમાધાન કરે છે-“વિરા” ઈત્યાદિ.
મુનિ ઉત્તમ, માધ્યમ એવં અધમ ઇન સભી રૂપોં મેં વૈરાગ્યુક્ત હોવે .
સાધનું કર્તવ્ય છે કે તે ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત જ્યાં જ્યાં સુંદર રૂપ હોય ત્યાં ત્યાં તેમાં અસારતાની ભાવના ભાવીને તેનાથી વિરક્ત બને. સૂત્રમાં
- ” જે આ પદ આપેલ છે તેનાથી સૂત્રકાર એ વાતને સમજાવે છે કે રૂપ જ શબ્દાદિક વિષયોની અપેક્ષા ચિત્તને પિતાની તરફ અધિક આકષ્ટ કર્યા કરે છે, મુનિને જ્યારે રૂપમાં વૈરાગ્યની જાગૃતિ થઈ જશે ત્યારે અન્ય રસાદિક વિષયમાં તે સ્વતઃ જ તેના ચિત્તમાં વૈરાગ્ય જાગૃત થઈ જશે. માટે સૂત્રકાર કહે છે કે જે ઘણા જ સુંદર સ્વરૂપવાન દિવ્ય સ્વરૂપવાળા છે–જેવી રીતે વિશિષ્ટ રૂપ દેવતાઓમાં, મધ્યમરૂપ મનુષ્યમાં, અને સામાન્ય રૂપ તિર્યામાં હોય છે તેમાં કઈ વખત પણ ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાથી પોતાના ચિત્તને વાસિત ન કરે, સદા તેમાં વિરકત બુદ્ધિ જ રાખે. દિવ્ય મધ્યમ અને શુદ્રના ભેદથી રૂપ ત્રણ પ્રકારના છે. કુન્જ આદિમાં ક્ષુદ્રરૂપ, તેનાથી અન્ય મધ્યમ રૂપ અને કઈ પુણ્યાભાઓમાં દિવ્ય રૂપ હોય છે કે સૂટ ૫ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૨૫