Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્રા
આત્મામાં પ્રસન્નતા સંયમ આરાધનમાં તત્પર મુનિને જ થાય છે, માટે સંયમ આરાધનમાં મુનિએ પ્રમાદ નહિ કરવો જોઈએ. એ વાતને પ્રગટ કરે છે-“ભUUપરમ” ઈત્યાદિ.
જ્ઞાની પુરૂષ ચારિત્ર મેં કભી ભી પ્રમાદ ન કરે, જિનપ્રવચનોક્ત આહારમાત્રા
- શરીર-થાપન કરે ! જ્ઞાની–સમ્યગ્દષ્ટિ મનુષ્ય ચારિત્રમાં કઈ પણ સમય પ્રમાદ ન કરે. “અનન્યામ' શબ્દનો અર્થ ચારિત્ર છે કારણ કે “વચન પરમં ચમત ર” જેનાથી બીજી કોઈ વસ્તુ ઉત્કૃષ્ટ નથી તે અનન્યપરમ છે. શાસ્ત્રમાં સાક્ષાત્ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચારિત્ર જ બતાવવામાં આવેલ છે માટે તે જ સર્વોત્કૃષ્ટ છે. પ્રમાદ ચારિત્રને વિઘાતક બને છે, માટે તે સમ્યગ્દષ્ટિ માટે વજનીય કહેલ છે. પ્રમાદને દૂર કરવાને ઉપાય બતાવવા માટે સૂત્રકાર કહે છે-“માચT” ઈત્યાદિ. અર્થાત્ મુનિએ સદા આત્મગુપ્ત-ઈન્દ્રિય અને ઇન્દ્રિય-મનના વિજયી બનવું જોઈએ. તેના ઉપર જ્યાંસુધી વિજયરૂપી અંકુશ તે પ્રાપ્ત નથી કરી લેતા ત્યાં સુધી તેના આધીન બનેલા સાધુ પ્રમાદથી રહિત બની શકતા નથી. જીભ ઈન્દ્રિયની લોલુપતાથી તે માત્રાથી પણ અધિક આહાર લઈ લે છે. તેનાથી પ્રભાદની વૃદ્ધિ થાય છે. તથા અધિક સરસ–રસીલા આહાર લેવાથી ઈન્દ્રિયોને પણ ઉત્તેજના મળે છે. તેથી ચતુર્થ વ્રતની રક્ષામાં પણ બાધા ઉપસ્થિત થાય છે. આ વાતને વિચાર કરી સૂત્રકાર કહે છે–“નાથામાયા” યાત્રામાત્રા, ઈતિ. અર્થા-સંયમયાત્રાના નિર્વાહગ્ય આહારાદિકનુ ઉચિત પ્રમાણમાં લેવું બતાવેલ છે. સદા મુનિની એ ભાવના રહેવી જોઈએ કે હું જ્યાં સુધી બને ત્યાં સુધી નિર્દોષ ચારિત્રની આરાધના કરીને કર્મોને નાશ કરું, આવા પ્રકારના ઉત્સાહથી સંપન્ન તે મુનિ પિતાની સંયમરૂપી યાત્રાની નિર્વિન પરિસમાપ્તિ માટે જીનપ્રવચનમાં પ્રતિપાદિત પ્રમાણને અનુરૂપ આહારાદિ ગ્રહણ કરે, તેનાથી જ પોતાના શરીરને નિર્વાહ કરે. પ્રમાણથી અધિક આહાર લેવાથી અને અકલ્પનીય રાજપિંડાદિકથી ઈન્દ્રિયોને નિગ્રહ બનતું નથી માટે ધર્મના ઉપાર્જનમાં સહાયક શરીરની રક્ષા માટે શાસ્ત્રમાં પ્રતિપાદિત માત્રાનુસાર આહાર લેવું જોઈએ. કહ્યું પણ છે—
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૨૪