Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
દ્વારા ધનના સ ંગ્રહ કરે છે, કોઈ ઉપર કમોજાની વૃદ્ધિ કરે છે. કોઈ ને અભિયોગમાં સાવી તેની ઉપર અધિકમાં અધિક ક્રૂડ પણ કરી નાંખે છે. આ પ્રકારનો રાજા પોતાની પ્રજા માટે અગર પોતાના અધિકૃત દેશ માટે કલેશકારક અને પરિતાતાપદાયક થયા કરે છે. જનપદ પરિગ્રહ અર્થાત્ ખીજા રાજા ઉપર ચઢાઇ કરી તેના દેશને પોતાના અધિન કરવાના પ્રયત્નમાં રહે છે સમય મળતાં જ જ્યારે તે ચઢાઈ કરે છે ત્યારે તે વખત બ્યમાં નરસંહાર જેવું ભયંકર કાંડ ઉપસ્થિત થાય છે, તેની આ પ્રકારની પ્રવૃત્તિ ધાર્મિક નીતિથી ઠીક નથી, કારણ કે તેની આ પ્રવૃત્તિથી અન્ય જીવાને અને જનપદને કલેશ તથા સંતાપ ઉત્પન્ન થાય છે. ૫ સૂ॰ ૭૫
અઠવાઁ સૂત્ર । /
ઇન અન્યવધાદિકોં કા સેવન કરકે ભરતાદિ–જૈસે કોઇ ૨ ઇન્હેં નિસ્સાર સમઝ કર સંયમારાધન મેં તત્પર હુએ હૈં । ઇસલિયે ઇનકો નિસ્સાર સમઝ કર જ્ઞાની ઇનકા સેવન નહીં કરે ।
૮ આલેવિત્તા ' ઇત્યાદિ.
ઈચ્છાની પૂર્તિ માટે સાતમાં સૂત્રમાં પ્રતિપાદિત ખીજા જીવાનો વધ પરિતાપ તેમજ પરિગ્રહાદિનું સેવન કરીને પણ જ્યારે ઈચ્છાની તૃપ્તિ થતી નથી ત્યારે કાઈ ભરતાદિક જેવા મહાપુરૂષ સંયમનું આરાધન કરવામાં પ્રવૃત્ત થાય છે અને તેજ ભવમાં મુક્તિના લાભ પણ કરી લે છે. માટે વમન કરેલા અન્ન સમાન ભાગોના પરિત્યાગ કરી “ હુવે પછી હું ભાગનું સેવન કરવામાં પ્રવૃત્તિ નહિ કરૂં” આવા પ્રકારની પ્રતિજ્ઞા કરી લે છે. સભ્યજ્ઞાનસંપન્ન તે જ્ઞાની પુરૂષ વિષયભોગોમાં નિસ્સારતા જાણીને અર્થાત્ “ વિષયભેગોનું સેવન કરવા છતાં જીવાને તૃપ્તિ થતી નથી” એવા પ્રકારે સમજીને પછી ભાગાનુ સેવન કરવાની ઈચ્છાથી ખીજા મૃષાવાદરૂપ પાપનુ અને અસંયમનુ સેવન કરતા નથી. ૫ સૂ૦૮ ૫
4t
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૧૬