Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્મોના વિનાશ કરવાની શક્તિથી સંપન્ન વિર મુનિ, કેધાદિક કષાયોના અભિમાનને અર્થાત્ અનન્તાનુબધી આદિ ક્રોધ, માન, માયા અને લાભને દૂર કરે. અથવા ક્રોધ છે આદિમાં જેને તે ક્રોધાદિ છે. કોધાદિરૂપ જે માન તેનું નામ ક્રોધાદિમાન છે. જે ગર્વને હેતુ કોધ છે, તે કેધાદિકારણક માનને તે નાશ કરે, અનન્તાનુબી આદિ કષાય સંબંધી લેજના વિપાકને સદા સ્તર નરક જ સમજવું જોઈએ, કહ્યું છે-“મછા મજુબા ૨ સત્તર્ષિ પુઢવિ ” અતિ લોભથી યુક્ત મનુષ્ય અને મત્સ્ય–તન્દુલમસ્ય આદિ મરીને સાતમી નરકમાં જાય છે.
જ્યારે એ નિશ્ચિત સિદ્ધાંત છે કે લોભથી યુક્ત પ્રાણી હિંસાદિક પાપ કર્મોમાં પ્રવૃત્તિ યુક્ત હોવાથી મરીને નરક ગતિમાં જાય છે તે જે કર્મોને નાશ કરવાવાળી શક્તિથી યુક્ત વીર છે તેને પ્રાણીઓની હિંસાથી સદા સર્વ રીતિથી દૂર જ રહેવું જોઈએ. હિંસાદિક પાપકર્મોથી સદા ત્રણ કરણ ત્રણ યુગથી અર્થાત્ મન વચન કાયા અને કૃત કારિત અને અનુમોદનાથી જે દૂર રહે છે તે કર્મબંધના ભારથી ભારી થતા નથી. એવી વ્યક્તિના આત્મામાં સ્વાભાવિક રીતથી લાઘવ ગુણને આવિર્ભાવ થાય છે અને તેનાથી ઉર્ધ્વગતિની પ્રાપ્તિ થાય છે. “લઘુભૂત” શબ્દને અર્થ મોક્ષ છે. કારણ કે મુક્તિનો લાભ તે આત્માને થાય છે કે જેથી કમને ભાર ઉતરી જાય છે. કર્મનો ભાર ઉતરી જવાથી આત્મા સ્વાભાવીક રીતિથી લઘુહલકે બને છે. જે ચીજ વજનમાં હલકી થાય છે તે સ્વભાવથી જ ઉપરની તરફ ઉઠે છે. આત્મા પણ જ્યારે કર્મબંધનથી રહિત થઈ જાય છે ત્યારે તેનો પણ સ્વભાવ સ્વતઃ ઊર્ધ્વગમન કરવાને થઈ જાય છે. સકલ કર્મોને ક્ષય થવો તે જ આત્માની મુક્તિ છે. તેવી મુક્તિને પ્રાપ્ત કરવાને જેને સ્વભાવ છે તે લઘુભૂતગામી છે. અને “લઘુભૂયગામી” આ પદની છાયા “ઢઘુમતવામી” એમ પણ થાય છે. તેને અર્થ એ થાય છે કે મોક્ષને જે અભિલાષી છે તે લઘુભૂતકામી છે. મોક્ષાભિલાષી મોક્ષ માર્ગ ઉપર આરૂઢ થઈને શેકને અથવા કર્મોના આસવના કારણભૂત ભાવોતને પિતાના આત્માથી સદા દૂર કરે. જે સૂ૦ ૧૨ છે
| તેરહવ સૂત્રા | ઇસ સંસારમેં સમય કી પ્રતીક્ષા ન કરતે હુએ તત્કાલ હી બાહ્યાભ્યન્તર ગ્રન્થિકો જાનકર પરિત્યાગ કરે; સ્ત્રોત કો જાન કર સંયમાચરણ કરે, ઇસ.
દુર્લભ નરદેહકો પાકર કિસી કી ભી હિંસા ન કરે . ઉદેશસમાપ્તિ
ફરી કહે છે–ચં પરિdor” ઈત્યાદિ.
આ સંસાર અને મનુષ્ય લેકમાં આત્માથી માટે સમય વિતાવ વ્યર્થ છે. જ્યાં સુધી બની શકે જલ્દીમાં જલદી ધર્યશાળી બનીને બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહને જ્ઞપરિજ્ઞાથી બંધનું કારણ જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરે. તથા વિષયમાં આસક્તિરૂપ સંસારને જાણીને પાંચ ઈન્દ્રિય અને મનનું દમન કરીને સંયમની આરાધનામાં પિતાને લગાડે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૧૯