Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર / બાલોં કે સંગસે દ્વેષ હી બઢતા હૈ, ઈસ હેતુ અતિવિધ - સમ્યજ્ઞાનવા પ્રાણી પરમ કી, અર્થાત્ સિદ્ધિગતિ નામક સ્થાન કી અથવા સર્વવિરતિરૂપ ચારિત્ર કી સત્તા કો જાન કર, નરકનિગોદાદિકે વિવિધ દુ:ખો કે જ્ઞાનસે યુક્ત હો, પાપાનુબધી કર્મ નહીં કરતા હૈ, ન દૂસરોં સે કરાતા હૈ, ન કરનેવાલે કા અનુમોદન હી કરતા હૈ વહ ધીર મુનિ, અગ્ર ઔર મૂલકા વિવેક કર કે, કર્મો
કા છેદન કર નિષ્કર્મદર્શી હો જાતા હૈ ..
જો આ પ્રમાણે છે તે મુનિએ શું કરવું જોઈએ? તે કહે છે-“તæ 'ઈત્યાદિ.
બાલ–અજ્ઞાનીના સંગથી વિરભાવની વૃદ્ધિ થાય છે, માટે જે અતિવિદ્યસમ્યજ્ઞાનસંપન્ન છે તે “સિદ્ધિગતિનામક પરમપદ અથવા તેને પ્રાપ્ત કરાવનાર સર્વવિરતિલક્ષણ ચારિત્ર પરમ શ્રેયસ્કર છે” એવું જાણીને નરકનિગોદાદિકના અનેક દુઃખોના જ્ઞાતા અર્થાત્ “ નરક નિગોદાદિકોના દુઃખ જીને ત્યાં સુધી ભેગવવા પડે છે જ્યાં સુધી સિદ્ધિપદની પ્રાપ્તિ તેને થતી નથીઆ પ્રકારના દઢ શ્રદ્ધાવાળા બનીને પાપાનબન્ધી કર્મ કરતા નથી. “ોતિ” આ ક્રિયા અન્ય ક્રિયાઓની ઉપલક્ષક છે, તેથી એ ઘટિત થાય છે કે તે બીજાઓથી પાપકર્મ કરાવતા નથી અને પાપકર્મ કરવાવાળાઓની અનમેદના પણ કરતા નથી.
પરીષહ અને ઉપસર્ગોથી અવિચલિત બનીને તે પૃથફ પૃથક્ ભેદપ્રભેદે સહિત-વિસ્તારપૂર્વક આ વાતની પર્યાલોચના કરે કે અગ્ર અને મૂલ તપ સંયમ વિના આત્માથી પૃથકૂ-અલગ થઈ શકતા નથી. ભયગ્રાહી અઘાતિયા ચાર કર્યો કે જે કેવલિકર્મ કહેવાય છે તે ચાર પ્રકારના ઘાતિયા કર્મ ભૂલ છે. અથવા મોહનીય કર્મનું નામ મૂલ છે. તેનાથી અવશિષ્ટ સાત કર્મોનું નામ અગ્ર છે. મોહનીયને ક્ષય થયા વિના અન્ય કર્મોને ક્ષય થતું નથી. માટે મોહનીયમાં મૂલતા સિદ્ધ થાય છે. કહ્યું છે –
નવનિ સં ગ રે વિના ! ___ एवं कम्माणि णस्संति, मोहणिज्जे खयं गए" ॥१॥
જેવી રીતે સેનાપતિના મરવાથી સેના છિન્નભિન્ન થઈ ભાગી જાય છે તે પ્રકારે મોહનીયને ક્ષય થવાથી અન્ય કર્મ પણ નષ્ટ થઈ જાય છે. ૧
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૧૧