Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માનતા નથી, પણ કર્મબંધને વિનાશ કરવાની તરફ ઉદ્યમી તે અણગાર તેવા પરીષહોને તે કર્મવિનાશરૂપ કાર્યમાં પોતાના સહાયક માને છે.
ભાવાર્થ–પરિગ્રહમાં આસક્તિસંપન્ન વ્યક્તિ જ અનુકૂળ પરીષહમાં અભિલાષી અને પ્રતિકૂળ પ્રરીષહોમાં ઉદ્વેગી બને છે. જેની પાસે પરિગ્રહ જ નથી એવા સંયમી મુનિ માટે શું પ્રતિકૂળ પરીષહ અને શું અનુકૂળ પરીષહ? સઘળા એકસમાન છે. અનુકૂળમાં તેની લાલસા નહિ અને પ્રતિકૂળમાં તેને શ્રેષ નહિ, કારણ કે એ આ સિદ્ધાંતને સારી રીતે જાણી ચુકેલ છે કે સંસારનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. અનુકુળમાં અભિલાષા થવી તે રાગની પર્યાય છે અને પ્રતિકુળમાં ઉદ્વેગ થવે તે દ્વેષની પર્યાય છે, માટે સંયમી મુનિ તે બન્ને પ્રકારના પરીષહોને સમભાવથી સહન કરે છે. પરીષહો તેમજ ઉપસર્ગોથી કઈ વખત તેના ચિત્તમાં સંયમપરિણામ તરફ અરતિ અને અસંયમપરિણામ તરફ રતિ થઈ જતી હોય તે પણ વાત નથી. કારણ કે તે આ બન્ને પ્રકારની પરિણતિઓને પણ કર્મબંધનું કારણ જાણીને તેની તરફથી ઉપેક્ષિત રહે છે. પરિષહોને તે પિતાને માટે કટકારી માનતે નથી પ્રત્યુત તેને પિતાના લક્ષમાં અધિકરૂપ જોડવાવાળા હોવાથી પિતાના સહાયક જ માને છે. સંસાર, શરીર અને ભેગોથી જે ઉદાસ થાય છે તેને પરીષહ અને ઉપસર્ગ પિતાના લક્ષથી દૂર કરી શકતા નથી. એવી વ્યક્તિ વિનકારક કારણકલાપને–પરીષહોને કર્મબંધનું ઉચ્છેદન કરવામાં સુવર્ણમાં શુદ્ધિ લાવવા માટે અગ્નિરૂપ સહાયકની માફક પિતાના સહાયક માન્યા કરે છે, અને તેઓનું સહર્ષ સ્વાગત કરે છે. - નિર્ગથ મુનિ મિથ્યાત્વ અવિરતિ અને પ્રમાદરૂપ નિદ્રાના અભાવથી મૃતચારિત્રરૂપ ધર્મનાં આરાધનમાં સદા જાગરૂક રહે છે અને પર અપકાર કરવાના વિચારરૂપ વિરથી વિરક્ત બનીને કર્મરૂપી વૈરીનું નિવારણ કરવામાં સમર્થ થાય છે. માટે હે શિષ્ય ! તમે પણ મૃતચારિત્રરૂપ ધર્મની આરાધના કરવામાં સદા જાગરૂક બની પરના અપકાર કરવાના અધ્યવસાયથી રહિત થઈ દુઃખ અને દુઃખના કારણ કર્મોથી રહિત બની જશે. આ સૂ૦ ૪
પૉચલેં સૂત્રકા અવતરણ ઔર પાઁચવ સૂત્રા.
જે આવર્ત અને સ્ત્રોતના સંબંધથી જાગરૂક નથી તે સંસારના દુખેથી છુટી શકતા નથી. તે વિષયમાં કહે છે–“રમવું” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૯૯